નવી દિલ્હીઃ 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' (Tarak Mehta Ka Ooltah Chashma) ફેમ અભિનેત્રી મુનમુન દત્તા  (Munmun Dutta) એ હાલમાં એક નવું ઘર ખરીદ્યુ છે, જેની તસવીરો તેણે ઇન્ટરનેટ પર શેર કરી છે. ટીઆરપી લિસ્ટમાં ટોપ-10ની અંદર રહેનાર શો તારક મેહતા (Tarak Mehta Ka Ooltah Chashma) માં મુનમુન દત્તા (Munmun Dutta) બબીતા જી  (Babita Ji) નું પાત્ર ભજવે છે. તેમણે થોડા દિવસ પહેલા આ ઘર ખરીદ્યું છે, જેની તસવીરો જોઈને જેઠાલાલને પણ દુખ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેખાડી ઘરની ઝલક
અભિનેત્રીએ પોતાના ઘરની અંદર તસવીરો પડાવી છે અને તે મોર્ડન અંદાજમાં ફોટોશૂટ કરતી જોવા મળી રહી છે. મુનમુન દત્તાએ પોતાના નવા ઘરમાં દિવાળી ઉજવી હતી. અભિનેત્રીએ સોફા પર બેસી અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા છે. અભિનેત્રીના લુક્સ અને તેની અદાઓની ફેન્સ કોમેન્ટ સેક્શનમાં પ્રશંસા કરી રહ્યાં છે. 


Video: ફરી એકવાર Nora Fatehi નો હોટ અંદાજ વાયરલ, એકદમ ફિટ સફેદ ડ્રેસમાં દેખાડ્યું સેક્સી ફિગર


ટ્રેડિશનલ લુકમાં જોવા મળી બબીતા
વાત કરીએ મુનમુન દત્તાની તો તેણે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નવા ઘરની બાલકનીમાં ટ્રેડિશનલ લુકની સાથે ફોટો પોસ્ટ કર્યા છે. મુનમુન દત્તાનું આ નવું ઘર સુંદર અને શાનદાર લાગી રહ્યું છે. અભિનેત્રી ઘણા વર્ષોથી આ શો સાથે જોડાયેલી છે. તે શોના સૌથી જૂના કલાકારોમાંથી એક છે. 
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube