Tarak Mehata: સંસ્કારી નહીં ચેઇન સ્મોકર છે અસલ ચંપકલાલ, સાચી વાત જાણી ચોંકી જશો તમે
તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા નાના પડદાનો સૌથી લોકપ્રિય ટીવી શો છે. શોના બધા પાત્રો અને કલાકારો ફેન્સ ખુબ પસંદ કરે છે.
નવી દિલ્હીઃ નાના પડદા પર સૌથી પોપ્યુલર ટીવી શોમાંથી એક તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Tarak Mehta Ka Ulta Chashma) ટીઆરપી લિસ્ટમાં હંમેશા ટોપ-10માં રહે છે. શોના દરેક પાત્રો અને કલાકાર હિટ થઈ ચુક્યા છે અને આ ટીવી શો 3000થી વધુ એપિસોડ પૂરા કરવાની સાથે અનેક મામલામાં રેકોર્ડ બનાવી ચુક્યો છે.
જાણો ચોંકાવનારી હકીકત
શો વિશે તમામ તથ્ય એવા છે જે અત્યાર સુધી સામે આવી ચુક્યા છે, પરંતુ ફેન્સના મનમાં શો વિશે વધુ જાણવાની જિજ્ઞાસા હંમેશા બની રહે છે. આજે અમે શો સાથે જોડાયેલા એક ફેક્ટની માહિતી આપીશું, જેની તમને જાણકારી નહીં હોય. શોમાં જેઠાલાલ (Jethalal) ના પિતા ચંપકલાલ (Champaklal) ની ભૂમિકા ભજવનારા અમિત ભટ્ટ (Amit Bhatt) ને તો જાણો છો, પરંતુ શું તમે અસલી ચંપકલાલ વિશે જાણો છો?
આ પણ વાંચોઃ Anupamaa : બોસે કર્યો વનરાજને ફોન, સામે આવી કાવ્યાની એવી સચ્ચાઈ કે, ઉડી જશે બધા ના હોશ....
મૂળ કહાનીમાં અલગ છે પાત્ર
કનફ્યૂઝ થવાની જરૂર નથી. હકીકતમાં શોના ફેન્સ આ વાત સારી રીતે જાણે છે કે 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' (Tarak Mehta Ka Ulta Chashma) ગુજરાતીના જાણીતા કોલમનિસ્ટ તારક મેહતા (Tarak Mehta) ની કોલમ 'દુનિયા ના ઉંધા ચશ્મા'થી પ્રેરિત છે. આ કોલમમાં તારક મેહતા સામાન્ય વ્યક્તિની દરરોજની જિંદગીને લઈને વ્યંગ લખતા હતા. ઓછા લોકો જાણે છે કે શોમાં દેખાડવામાં આવતું ચંપકલાલ (Champaklal) નું પાત્ર ચંપકના રિયલ પાત્રથી ખુબ અલગ છે.
ચેન સ્મોકર છે ચંપકલાલ
શોના સ્ક્રીનપ્લેના હિસાબથી ચંપકલાલ (Champaklal) એટલે કે જેઠાલાલના પિતા એક ગુસ્સામાં રહેતા પિતા છે, જે વાત-વાત પર તેને સંસ્કારોના પાઠ ભણાવે છે, જ્યારે કોલમ વાળા ચંપકલાલ એક ચેઇન સ્મોકર છે, જેમના હાથમાં દરેક સમયે બીડી કે સિગારેટ હોય છે. મહત્વનું છે કે ટીવી શો તારક મેહતામાં ચંપકલાલનું પાત્ર 48 વર્ષીય અમિત ભટ્ટ ભજવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube