મુંબઈ : ત્રણ વર્ષ પહેલાં બાદશાહો બનીને ધમાલ મચાવનાર વિદ્યુત જામવાલ બહુ જલ્દી કમાંડો 3માં જોવા મળવાનો છે. હાલમાં આ ફિલ્મનું ટીઝર લોન્ચ થયું છે. આ ફિલ્મમાં તે કમાંડો સિરીઝની પહેલી બે ફિલ્મોની જેમ જ જબરદસ્ત એક્શન દ્રશ્યો કરતા જોવા મળે છે. કમાંડો 3માં એક્શનનો ડોઝ વધારે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

18 સેકંડના ટીઝરમાં વિદ્યુત જબરદસ્ત એક્શન કરતો નજરે ચડે છે. આ ફિલ્મ 20 સપ્ટેમ્બર, 2019ના દિવસે થિયેટરમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં વિદ્યુત સાથે અદા શર્મા કામ કરી રહી છે. આ ફિલ્મમાં ગુલશન દેવ અને અંગિરા ધર જેવા કલાકારો પણ કામ કરી રહ્યા છે. 


શૂટિંગ વખતે કરી હદ પાર, આ એક્ટરે ટીનાને કર્યો ગંદો સ્પર્શ અને પછી...


કમાંડો સિરીઝની ફિલ્મોની ખાસ વાત એના વિલન હોય છે. આ ફિલ્મોના વિલન બહુ ખુંખાર હોય છે. હવે કમાંડો 3માં કોણ વિલન હશે એ જાણવાનું રસપ્રદ સાબિત થશે. આ સિરીઝનો પહેલો પાર્ટ હિટ સાબિત થયો હતો પણ બીજો પાર્ટ ખાસ સફળ નહોતો થયો. હવે કમાંડો 3નું ભવિષ્ય તો આવનારો સમય જ બતાવશે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...