નવી દિલ્હી : ટીનએજર્સને એ રેટેડ બોલિવુડ ફિલ્મ કબીર સિંહ જોવા માટે પોતાના આધારકાર્ડ પર પોતાની ઉંમરમાં ફેરફાર કરતા જોવાયા છે. શાહિદ કપુર અભિનિત ફિલ્મ કબીર સિંહ સિનેમા હોલમાં સુપર હિટ ચાલી રહી છે. જો કે તેને એ સર્ટિફિકેટ એટલે કે વયસ્ક લોકો જોઇ શકે તેવું પ્રમાણપત્ર મળ્યું છે. જેમાં 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો ફિલ્મ જોઇ શકે નહી. જો કે આ ફિલ્મને જોવા માટે કિશોરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેના કારણે તેઓ ટેક્નોલોજીનો ખુલ્લમ ખુલ્લા ખોટી રીતે ઉપયોગ કરી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હું કોંગ્રેસ અધ્યક્ષ નથી, પાર્ટી ઝડપી પોતાના નવા સારથીને શોધે: રાહુલની સ્પષ્ટતા
આવો જ એક કિસ્સો જયપુરમાં સામે આવ્યો જેમાં આકાશ (બદલેલું નામ) એ આઇએએનએસને જણાવ્યું કે, મે અને માતારા મિત્રોએ પોતાનાં આધારકાર્ડનો ફોટો પાડ્યો અને જનમ તારીખને એક મોબાઇલ એપથી એડિંટ કરી દીધી. જેથી અમે થિયેટરમાં જવા અને ટિકિટ સફળ રહ્યા અને અમે કબીર સિંહ મુવી બે વખત જોઇ આવ્યા. 


હવે સુપ્રીમ કોર્ટનો ચુકાદો અંગ્રેજી ઉપરાંત આ 6 પ્રાદેશિક ભાષામાં પણ મળી રહેશે 
HCના જજે PM મોદીને લખ્યો પત્ર, કહ્યું-'જજોની નિયુક્તિમાં જાતિવાદ અને વંશવાદને પ્રાથમિકતા'
એક અન્ય વિદ્યાર્થીએ કહ્યું કે અમે બુક માય શોમાં એક સાથે જથ્થાબંધ ટિકિટો ખરીદી અને આશ્ચર્યજનક રીતે કોઇએ પણ અમારી ઉંમર કે અમારુ ઓળખ પત્ર અંગે પુછ્યું નહી. ન તો થિયેટરમાં કે ન તો વેબસાઇટ પર. સિનેમા હોલના ગાર્ડે અમને અટકાવ્યા પરંતુ મારી શાળાના મિત્રોએ મને પહેલાથી જ શિખવાડ્યું હતું કે ગાર્ડને કઇ રીતે પટાવવો જોઇએ.