નવી દિલ્હી : હાલમાં હોલિવૂડથી માંડીને બોલિવૂડ સુધી કાસ્ટિંગ કાઉચ વિરૂદ્ધ મોરચો ખોલવામાં આવ્યો છે ત્યારે સાઉથમાંથી એક મોટા સમાચાર આ્વ્યા છે. સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક એક્ટ્રેસે કાસ્ટિંગ કાઉચ મામલે સનસનીખેજ ખુલાસો કરતી વખતે રસ્તા પર ટોપલેસ થઈ જવાનો રસ્તો અપનાવ્યો છે. ન્યૂઝ એજન્સી એએનઆઇના સમાચાર પ્રમાણે આ ઘટના હૈદરાબાદની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવર્તી રહેલા કાસ્ટિંગ કાઉચ વિશે નવા-નવા ખુલાસા આવતા રહે છે. હવે સાઉથની એક્ટ્રેસ શ્રી રેડ્ડીએ જાહેરમાં કાસ્ટિંગ કાઉચ વિરૂદ્ધ પોતાનો મોરચો ખોલ્યો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે શ્રી રેડ્ડી શનિવારે સવારે હૈદરાબાદ ખાતે આવેલી ફિલ્મ ચેમ્બર ઓફિસની બહાર પહોંચી હતી. તેણે રસ્તા વચ્ચે પોતાના કપડાં ઉતારવાના શરૂ કરી દીધા હતા અને પછી ટોપલેસ થઈને રોડ પર બેસી ગઈ હતી. 



શ્રી રેડ્ડીએ ફિલ્મ ચેમ્બર પર કાસ્ટિંગ કાઉચના મુદ્દે ચુપ્પી સાધી લેવાનો આરોપ લગાવ્યો છે. શ્રી રેડ્ડીના દાવા પ્રમાણે કાસ્ટિંગ કાઉચ મામલે કોઈ પગલું ન લેવાયું હોવાના કારણે તેણે ટોપલેસ થઈને વિરોધ વ્યક્ત કર્યો છે. જોકે પછી ઘટનાસ્થળે પોલીસ પહોંચી હતી અને તેણે શ્રી રેડ્ડીને હટાવી હતી. 


હાલમાં બોલિવૂડ એક્ટ્રેસ રકુલ પ્રીત પોતાના નિવેદનના પગલે ચર્ચામાં છે. હકીકતમાં આ વખતે તેણે કાસ્ટિંગ કાઉચ પર નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવું કંઈ નથી. પોતાના આ નિવેદનના પગલે રકુલ મુસીબતમાં મુકાઈ ગઇ છે. રકુલને એક્ટ્રેસ શ્રીરેડ્ડી અને માધવી લતાએ ઝાટકી નાખી છે અને કહ્યું છે કે રકુલે ઇન્ડસ્ટ્રી વિશે ખોટું નિવેદન ન આપવું જોઈએ. કાસ્ટિંગ કાઉચ મામલે શ્રીરેડ્ડી અને માધવી લતાએ કહ્યું છે કે ટોલિવૂડમાં એવા લોકો છે જે કાસ્ટિંગ કાઉચનું કારણ છે અને રકુલ જો ઇચ્છે તો નામ સાર્વજનિક કરી શકે છે.