નવી દિલ્હીઃ બોલીવૂડની યાદગાર ફિલ્મોમાં સામેલ 'તેરે નામ' (Tere Naam) આજે પણ લોકોની ફેવરિટ લિસ્ટમાં સામેલ છે. સલમાન ખાન (Salman Khan) ને સ્ટાર બનાવવામાં આ ફિલ્મનું ઘણું મહત્વ છે. પોતાની પહેલી જ ફિલ્મ 'તેરે નામ'થી રાતોરાત સ્ટાર બની ગયેલી અભિનેત્રી ભૂમિકા ચાવલા (Bhoomika Chawla) નો માસૂમ ચહેરો આજે પણ લોકોના દિલમાં છે. પરંતુ હવે તે ભોળી નાનકડી અભિનેત્રી બોલ્ડ લેડી બની ગઈ છે. તેણે એક લેટેસ્ટ બિકીની વીડિયો શેર કર્યો છે, જેણે ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૂલમાં સ્વિમિંગ કરતી જોવા મળી
ભૂમિકા ચાવલા ઘણા સમયથી હિન્દી સિનેમાથી દૂર છે. પરંતુ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને દરરોજ તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. હવે એ ભોળી ભૂમિકા ચાવલા ઘણી બદલાઈ ગઈ છે. તે હવે બોલ્ડ લેડી બની ગઈ છે. તે દરરોજ બિકીનીમાં જોવા મળે છે. આ લેટેસ્ટ વીડિયોમાં તે પાણીમાં ઉતરીને પોતાની સ્વિમિંગ કુશળતાથી લોકોને દિવાના બનાવી રહી છે.


મેચ પહેલા કોચની ઇચ્છા હતી કે ટીમ ઇન્ડિયા કરે SEX, પુસ્તકમાં કર્યો જબરદસ્ત ખુલાસો


હિન્દી ફિલ્મોમોથી દૂર
ભૂમિકા ચાવલાએ 2003 માં ફિલ્મ 'તેરે નામ'થી હિન્દી સિનેમા જગતમાં ડેબ્યૂ કર્યું હતું. 'તેરે નામ'ને સલમાન ખાનની કરિયરની જીવાદોરી માનવામાં આવે છે. પરંતુ આ ફિલ્મની લીડ એક્ટ્રેસ હોવાનો કોઈ ફાયદો ન મળ્યો. 'તેરે નામ' સિવાય ભૂમિકાએ 'રન', 'દિલ ને જીસે અપના કહા', 'સિલસિલે', 'ગાંધી માય ફાધર', 'દિલ જો ભી કહે' જેવી હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube