નવી દિલ્હી: માર્ચ મહિનામાં રિલીઝ થયેલી અક્ષય કુમારની ફિલ્મ ‘કેસરી’ સારાગઢી શોર્યની વાત લોકોના દિલ સુઘી પહોંચી હતી. આ મુવીએ બોક્સ ઓફિસ પર લોકોનો ખુબ પ્રેમ મળ્યો હતો. આ ફિલ્મના સોંગ ‘તેરી મિટ્ટી’ને યુટ્યુબ પર પણ સારા વ્યુઝ મળ્યા છે. ‘તેરી મિટ્ટી’ ગીતને યુટ્યુબ પર 10 કરોડનો આંકડો પાર કરી લીધો છે. આ ગીતને પંજાબી સિંગર બી પ્રાકે અવાજ આપ્યો છે, જ્યારે આ ગીતના શબ્દો મનોજ મુંતશિરે લખ્યા છે. આ સોંગ સાંભળીને તમારી આંખોમાંથી પણ પાણી આવી જશે. દેશ માટે જીવ આપનાર કેટલાય હીરો ઇતિહાસમાં દબાઇ ગયા છે. આઝાદી માટે દેશનો ઝંડો ઉચો કરવા માટે આવા કેટલાય જવાનોની યાદમાં આ ગીતને સમર્પિત કરવામાં આવ્યુ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિંગર બી પ્રેકે ટ્વિટ પોસ્ટ પર પોતાની ખુશી વ્યક્તિ કરતા લખ્યુ કે મારુ પ્રથમ બોલીવુડ સોંગ જે 100 મિલિયન(10 કરોડ)ના આંકડાને પાર કર્યું છે. ‘તેરી મિટ્ટી’ સોંગ મને અને અમારી ટીમને આટલો બધો પ્રેમ આપવા અને સન્માન આપવા માટે તમારો આભાર.


 



જ્યારે આર્કોએ ટ્વિટર પર પોસ્ટ કરીને લખ્યું કે, આ સ્પેશિયલ સોંગ અમારી કારકીર્દી માટે લેન્ડમાર્ક છે. અને અમને લોકો દ્વારા મળેલા આ પ્રેમનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે. 


 



મહત્વનું છે, કે સારાગઢીના યુદ્ધ પર બનેલી આ ફિલ્મ 21 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઇ હતી 122 વર્ષ પહેલા 21 શીખોએ 10 હજાર અફગાની હુમલાખોરો સાથે લડાઇ કરી હતી. આ સારાગઢીનુ યુદ્ધ 1897માં 12 સપ્ટેબરે થયું હતું.