નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut) ની આવનારી ફિલ્મ 'થલાઇવી (Thalaivi) નું ટ્રેલર તેના જન્મદિવસ (23 માર્ચ) પર રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલર લોન્ચની એક ઈવેન્ટનું આયોજન ચેન્નઈમાં કરવામાં આવ્યું, જ્યાં ફિલ્મની ટીમ હાજર રહી હતી. ઇવેન્ટમાં એક સમય એવો આવ્યો જ્યારે સ્ટેજ પર બોલતા બોલતા કંગના રડવા લાગી. કંગનાએ આ વીડિયો પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. 


કંગનાએ પોતાનો વીડિયો શેર કરતા લખ્યુ, 'હું મને પોતાને બબ્બર શેરની કહુ છું કારણ કે હું ક્યારેય રડતી નથી અને કોઈને રડાવવાની તક આપતી નથી. મને યાદ નથી કે હું છેલ્લે ક્યારે રડી, પરંતુ આજે હું રડી ખુબ રડી અને મને ખુબ સારૂ લાગી રહ્યું છે. જુઓ કંગનાનો વીડિયો.'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube