નવી દિલ્હી: બોલીવુડ ખેલાડી અક્ષય કુમાર (Akshay Kumar) ની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'હાઉસફૂલ 4 (Housefull 4)' ની રિલીઝને બસ હવે થોડા દિવસો બાકી છે. તો બીજી તરફ ફિલ્મનું વધુ એક જોરદાર સોન્ગ 'ધ ભૂત સોન્ગ (The Bhoot Song)' રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતમાં અક્ષય કુમાર (Akshay Kumar) ની સાથે ફિલ્મની પુરી સ્ટાર કાસ્ટ છે તો સાથે જ નવાજુદ્દીન સિદ્દિકી (Nawazuddin Siddiqui) નો અલગ જ અવતાર જોવા મળી રહ્યો છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ગીતમાં નવાજુદ્દીન સિદ્દિકી  (Nawazuddin Siddiqui) એક તાંત્રિકના રોલમાં જોવા મળી રહ્યા છે. એટલું જ નહી રસપ્રદ વાત તો એ છે કે નવાજુદ્દીન સિદ્દીકી  (Nawazuddin Siddiqui) અહીં આલિયા ભટ્ટના નામનો મંત્ર વાંચીને અક્ષય કુમાર (Akshay Kumar)નું ભૂત ઉતારી રહ્યા છે. જુઓ આ વીડિયો...



તમને જણાવી દઇએ કે ફરહાદ સામજી દ્વારા નિર્દેશિત 'હાઉસફૂ 4' એક મલ્ટીસ્ટારર ફિલ્મ છે, જેમાં અક્ષય કુમાર, કૃતિ સેનન, રિતેશ દેશમુખ, કૃતિ ખરબંદા, બોબી દેઓલ, પૂજા ગર્ગ અને ઘણા કલાકરો ભૂમિકાઓમાં છે. આ ફિલ્મ 25 ઓક્ટોબરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. 'હાઉસફુલ 4' સાજિદ નડિયાદવાલા ગ્રેંડસન એન્ટરટેનમેન્ટ દ્વારા પ્રસ્તુત અને નિર્મિત છે અને ફોક્સ સ્ટાર સ્ટૂડિયો દ્વારા સહ-નિર્મિત છે.