Satish Kaushik Death Update: પ્રખ્યાત ફિલ્મ એક્ટર સતીશ કૌશિકનું 9 માર્ચે અચાનક જ નિધન થઈ ગયું હતું. સતીશ કૌશિકના મોતના સમાચાર આવતા જ બોલીવુડમાં ખળભળાટ મચી ગયો હતો. સતીશ કૌશિક દિલ્હીમાં એક ફાર્મ હાઉસમાં પાર્ટીમાં ગયા હતા તે દરમિયાન તેમની તબિયત બગડી અને તેમનું મોત થઈ ગયું. સતીશ કૌશિકના નિધનનું પ્રાથમિક તારણ હાર્ટ એટેક જણાવાઈ રહ્યું છે. પરંતુ આ મામલે પોલીસ હજુ પણ તપાસ કરી રહી છે. તેવામાં સામે આવ્યું છે કે પોલીસને ફાર્મ હાઉસમાંથી આપત્તિજનક દવાઓનું પેકેટ મળ્યું છે. હવે પોલીસ આ મામલે તપાસ કરશે કે આ દવાઓનો સંબંધ સતીશ કૌશિકના મૃત્યુ સાથે છે કે નહીં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


મેચ ફિક્સિંગના રહસ્ય ખોલશે નેટફ્લિકસની નવી ડોક્યુમેન્ટરી Caught Out, જાણો રિલીઝ ડેટ


દીપિકા છે સૌથી મોંઘી... જાણો સાઉથની ફિલ્મો માટે જાનવી, કિયારા કેટલી લે છે ફી


Netflix પર આવશે આ 5 પોપ્યુલર શોની ત્રીજી સિઝન, જોઈ લો તમારા ફેવરીટ શો લિસ્ટમાં છે ?


આ મામલી દિલ્હી પોલીસનું કહેવું છે કે હજુ તેઓ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે. આ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જાણી શકાશે કે મોતનું ખરેખર કારણ શું હતું. તે દરમિયાન જિલ્લા પોલીસની ક્રાઇમ ટીમને દિલ્હીના સાઉથ વેસ્ટમાં આવેલા ફાર્મ હાઉસમાંથી કેટલીક દવાઓ મળી છે. આ એ જ ફાર્મ હાઉસ છે જ્યાં હોળી પાર્ટીનું આયોજન થયું હતું અને તેમાં સતીશ કૌશિક પણ ગયા હતા. પોલીસ હવે તપાસ કરશે કે આ દવાઓનો ઉપયોગ કોણે કર્યો હતો અને સતીશ કૌશિક સાથે તેનો કોઈ સંબંધ છે કે નહીં. 


જણાવી દઈએ કે દિલ્હીના એક બિઝનેસમેનના ફાર્મ હાઉસ પર આ પાર્ટીનું આયોજન થયું હતું. પોલીસ પાર્ટીમાં સામેલ થયેલા દસ બાર લોકોની લિસ્ટ પણ તૈયાર કરી રહી છે. પાર્ટી નું આયોજન કરનાર બિઝનેસમેન પણ વોન્ટેડ લીસ્ટ માં સામેલ છે. એક્ટર સતીશ કૌશિક આ પાર્ટી માટે મુંબઈથી દિલ્હી ગયા હતા. સતીશ કૌશિક જે મિત્રના ફાર્મ હાઉસ પર ગયા હતા તેનું નામ વિકાસ માલુ છે. વિકાસ માલુ પર વર્ષો જૂનો એક રેપ કેસ ચાલી રહ્યો છે.