બાયોપિક `પીએમ નરેન્દ્ર મોદી`ના મેકર્સે ECને પત્ર લખી માગી ફિલ્મ પ્રમોશનની મંજૂરી
લોકસભા ચૂંટણીના કારણે બાયોપિક પીએમ નરેન્દ્ર મોદીની રિલીઝ ડેટને લઈને સતત આગળ વધારવામાં આવી રહી છે. પરંતુ આ સંબંધમાં ફિલ્મ મેકર્સે ઘણીવાર ચૂંટણી પંચ અને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે પરંતુ તેના પર કોઈ સકારાત્મક જવાબ મળ્યો નથી. કોર્ટે પણ મેકર્સની અરજી નકારી દીધી છે.
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આધારિત બાયોપિક 'પીએમ નરેન્દ્ર મોદી'ની રિલીઝ પર પર હાલ સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ લગાવી દીધો છે. કોર્ટનું માનવું છે કે ચૂંટણીના સમયે આ ફિલ્મ રિલીઝ કરવાથી ભારતીય જનતા પાર્ટીને તેનો ફાયદો મળશે. તો ચૂંટણી પંચે પણ લોકસભા ચૂંટણી દરમિયાન વડાપ્રધાન પર બનેલી આ ફિલ્મને રિલીઝ ન કરવાને યોગ્ય ઠેરવી છે. તેવામાં હાલમાં ફિલ્મ મેકર્સે ફિલ્મ પ્રમોશનને લઈને ચૂંટણી પંચને પત્ર લખ્યો છે.
મહત્વનું છે કે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બનેલી ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદીને લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાની ચૂંટણી એટલે કે 19 મેચ બાદ લિરીઝ કરવાની વાત પર મહોર લગાવી તો ફિલ્મ મેકર્સે હાલમાં ચૂંટણી પંચને એક પત્ર લખ્યો છે. તેમાં ફિલ્મના પ્રમોશન માટે મંજૂરી માગી છે.
ફિલ્મ મેકર્સે મોકલેલા લેટરમાં તે પૂછ્યું કે, જે જગ્યા પર આદર્શ આચાર સંહિતા લાગૂ નથી ત્યાં પર પ્રમોશન કરી શકાય છે? તેના પર આયોગ તરફથી કોઈ જવાબ આપ્યો નથી.