ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ પર IFFI જ્યૂરી હેડ અને ઈઝરાયેલના ફિલ્મ મેકર નદવ લેપિડના નિવેદન પર વિવાદ થઈ ગયો છે. આ મામલે ભારતમાં ઈઝરાયેલના રાજદૂત નાઓર ગિલોને પ્રતિક્રિયા આપી છે. નાઓર  ગિલોને ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI) ના જ્યૂરી હેડ નદવ લેપિડ (Nadav Lapid) ના નિવેદનને તેમનો અંગત અભિપ્રાય ગણાવ્યો છે. તેમણે કહ્યું કે નદવ લેપિડના નિવેદન પર અમને શરમ આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈઝરાયેલના રાજદૂતે જ્યૂરી હેડને 'ખખડાવ્યા'
ભારતમાં ઈઝરાયેલના રાજદૂત નાઓર ગિલોને કાશ્મીરી  ફાઈલ્સની ટીકા કરવા બદલ IFFI ના જ્યૂરી હેડ નદવ લેપિડને એક ઓપન લેટર લખ્યો છે. તેમણે કહ્યું કે આ ભારતીયોને સમજમાં આવે એટલે હું તેને હિબ્રુ ભાષામાં લખી રહ્યો નથી. તેમણે નદવ લેપિડને ફટકાર લગાવતા કહ્યું કે તમને શરમ આવવી જોઈએ. ભારતીય સંસ્કૃતિમાં મહેમાનને ભગવાન ગણે છે. તમે IFFI Goa માં જજોની પેનલની અધ્યક્ષતા કરવા માટે ભારતીય નિમંત્રણની સાથે સાથે તેમના ભરોસા, સન્માન અને ઉષ્માભર્યા સ્વાગતનું પણ મજાક બનાવી દીધુ. તેમણે આગળ લખ્યું છે કે આપણા ભારતીય મિત્રો 'ફૌદા' સિરીઝના કલાકારોને અહીં બોલાવ્યા અને તેમને ભારતમાં ખુબ પ્રેમ મળ્યો. તમારે તમારા વર્તન બદલ આત્મમંથન કરવાની જરૂર છે. મે મંચ પરથી પણ કહ્યું હતું કે આપણા બંને દેશોમાં અનેક સમાનતાઓ છે કારણ કે આપણે એક સમાન દુશ્મનો સામે લડી રહ્યા છીએ અને જે આપણા  ખરાબ પાડોશી જ છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube