નવી દિલ્હી: અનુપમ ખેર અને વિવેક અગ્નિહોત્રી એ બોલીવુડ સેલિબ્રિટીઓમાં સામેલ છે, જેઓ હાલના સમયે પોતાના કામને લઈને ચર્ચામાં રહ્યા છે. અનુપમ ભૂતકાળમાં પણ ઘણી વખત કાશ્મીરી પંડિતોના વિસ્થાપન પર પોતાની વાત કરી ચૂક્યા છે. પરંતુ આ વખતે તેમણે પોતાની વાતને પોતાની એક્ટિંગ મારફતે ફિલ્મ 'ધ કાશ્મીરી ફાઈલ્સ' કાશ્મીરી પંડિતો મારફતે રાખી છે. ફિલ્મ એટલી કરુણ છે કે સ્પેશિયલ સ્ક્રીનિંગ (ધ કાશ્મીર ફાઇલ્સ પબ્લિક રિવ્યુ)માં બેઠેલી દરેક વ્યક્તિ રડતી જોવા મળે છે.


વિવેક અગ્ર્નિહોત્રીએ શેર કર્યો વીડિયો
હાલમાં ફિલ્મ 'ધ કશ્મીર ફાઈલ્સ'ની સ્પેશિયલ સ્ક્રીનિંગ જમ્મુમાં રાખવામાં આવી. જ્યારે ફિલ્મ પુરી થઈ ત્યારે સિનેમા હોલનો માહોલ પુરી રીતે ગમગીન બનેલો જોવા મળ્યો હતો. લોકો ફિલ્મ પુરી થયા પછી પોતાની સીટ પર ઉભા થઈને આંસુ લૂછતા અને સિસકોરા લેતા નજરે પડ્યા. આ વીડિયોને ખુદ ડાયરેક્ટર વિવેક અગ્ર્નિહોત્રીએ ટ્વિટર પર શેર કર્યો છે. જુઓ આ વીડિયો....


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube