The Kerala Story OTT Release: લવ જેહાદ પર આધારિત ફિલ્મ 'ધ કેરાલા સ્ટોરી'એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. પરંતુ હવે એવા અહેવાલો આવી રહ્યા છે કે થિયેટરમાં ધમાલ મચાવ્યા બાદ હવે આ ફિલ્મ ટૂંક સમયમાં જ OTT પર રિલીઝ થવાની છે. આ સમાચારથી ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મ 5 મેના રોજ રીલિઝ થઈ હતી અને ત્યારથી અત્યાર સુધીમાં તેણે 200 કરોડનો આંકડો પાર કરી લીધો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ZEE 5 એ OTT રાઇટ્સ ખરીદ્યા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી'ના ઓટીટી રાઇટ્સ ZEE 5 દ્વારા ખરીદી લેવામાં આવ્યા છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી આવી નથી અને ન તો ફિલ્મના નિર્માતાઓએ તેના વિશે કોઈ માહિતી આપી છે. પરંતુ જો આમ થશે તો થિયેટરમાં કમાણી કર્યા બાદ આ ફિલ્મ OTT પર પણ સારી કમાણી કરશે.


આ પણ વાંચો:
સવાર સવારમાં આવ્યા મોટા ખુશખબર! LPG સિલિન્ડરના ભાવમાં ધરખમ ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ
ગાભા કાઢી નાખશે ગરમી! અગનભઠ્ઠીની જેમ તપશે ગુજરાત, અમદાવાદીઓ ખાસ સાચવજો
1 June 2023: આજથી બદલી ગયા આ નિયમ, જાણો તમારા ખિસ્સા પર કેટલી થશે અસર


200 કરોડથી વધુનું કલેક્શન 
ફિલ્મ 'ધ કેરાલા સ્ટોરી' રિલીઝ પહેલા અને પછી સતત ચર્ચામાં રહે છે. આ ફિલ્મ તેની ott રિલીઝ પહેલા જ 200 કરોડનો આંકડો પાર કરી ચૂકી છે, ફિલ્મ OTT પર રિલીઝ થતાં જ વધુ કમાણી કરી શકે છે. આ ફિલ્મમાં ત્રણ છોકરીઓની સ્ટોરી બતાવવામાં આવી છે. ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે શાલિની ઉન્નીકૃષ્ણનને ફાતિમા બનાવવામાં આવી અને કેવી રીતે તેનું બ્રેઈનવોશ કરીને આતંકવાદી સંગઠન ISISમાં ફેંકવામાં આવી..


સતત વિવાદો
આ ફિલ્મ સતત વિવાદોમાં ફસાયેલી રહે છે. ઘણા રાજ્યોમાં તો આ ફિલ્મ રિલીઝ પણ થઈ શકી નથી. તે જ સમયે, કેટલાક સ્ટાર્સ આ ફિલ્મનો પ્રચાર પણ કહી રહ્યા છે. આ ફિલ્મમાં અદા શર્મા લીડ રોલમાં છે. આ ફિલ્મનું નિર્દેશન સુદીપ્તો સેન દ્વારા કરવામાં આવ્યું છે..


આ પણ વાંચો:
Oral Health : દાંત અને પેઢાને રાખવા હોય સ્વસ્થ તો આટલા દિવસ પછી બદલી દેવું ટુથ બ્રશ
Shani Vakri 2023: આ તારીખે શનિ થશે વક્રી, 139 દિવસ સુધી 3 રાશિઓને કરાવશે ફાયદો

રાશિફળ 01 જૂન: વૃષભ સહિત આ 3 રાશિવાળા માટે ભાગ્યશાળી છે આજનો દિવસ