The Kerala Story: ધ કાશ્મીર ફાઇલ્સના રસ્તે જઈ રહી છે `ધ કેરલ સ્ટોરી`, ઉઠવા લાગી પ્રતિબંધની માંગ
The Kerala Story Controversy: જે રીતે કાશ્મીર ફાઇલ્સે દેશભરમાં તરખાટ મચાવ્યો હતો, શું ધ કેરળ સ્ટોરી આવું જ કરી શકશે?ફિલ્મનું ટ્રેલર જણાવે છે કે કેવી રીતે કેરળની 32,000 યુવતીઓને છેતરીને ઇસ્લામ સ્વીકારવામાં આવી અને આતંકવાદીઓ દ્વારા તેમની હત્યા કરવામાં આવી. ટ્રેલર આજે રિલીઝ થયું છે.
નવી દિલ્હીઃ The Kerala Story Trailer: ગયા વર્ષે ટીઝર રિલીઝ થતાં જ વિવાદમાં આવેલી ફિલ્મ ધ કેરળ સ્ટોરીનું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ 5 મેના રોજ રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં અદા શર્મા લીડ રોલ કરી રહી છે. આ ફિલ્મ કેરળ રાજ્યની છોકરીઓ લવ જેહાદનો શિકાર બને છે અને ISISમાં જોડાય છે તેની ચોંકાવનારી વાત કહે છે. નવેમ્બર 2022માં રિલીઝ થયેલી ફિલ્મના ટીઝરમાં અદા શર્મા કહેતી જોવા મળી હતી કે કેરળની 32,000 મહિલાઓ જેઓ ઈસ્લામિક દેશોમાં નર્સ તરીકે કામ કરવા ગઈ હતી તેમને બળજબરીથી ધર્માંતરિત કરીને આતંકવાદી સંગઠન ISISમાં ભરતી કરવામાં આવી હતી. આ ફિલ્મનું નિર્દેશન સુદીપ્તો સેન કરી રહ્યા છે. જ્યારે વિપુલ અમૃતલાલ શાહ ફિલ્મના નિર્માતા છે.
કહાની બ્રેન વોશની
ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદ કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ (2021) ના રસ્તા પર છે અને બની શકે કે હિટ સાબિત થાય. ધ કાશ્મીર ફાઇલ્સમાં કાશ્મીરી હિન્દુઓના ત્યાંથી પલાયન અને તેના પર કરવામાં આવેલા અત્યાચારોની કહાની હતી. તેવામાં કેરલ સ્ટોરીનું સ્ટેરલ જણાવી રહ્યું છે કે કઈ રીતે કેરલની યુવતીઓનું બ્રેન વોશ કરી તેને ધર્મ પરિવર્તન કરવા માટે મજબૂર કરવામાં આવી અને પછી કઈ રીતે આતંકી સંગઠન આઈએસઆઈએસમાં સામેલ કરવામાં આવે છે. ટ્રેલરની શરૂઆત કેરળની એક હિંદુ છોકરી શાલિની ઉન્નીકૃષ્ણન (અદા શર્મા)ના પરિચયથી થાય છે. જે તેના જીવનમાં ખુશ છે. પરંતુ વળાંક ત્યારે આવે છે જ્યારે શાલિનીને ISIS દ્વારા બંદી બનાવવામાં આવે છે. અહીં એવા પુરૂષો છે જેઓ ઇસ્લામના નામે તેમના યુવાનોને મહિલાઓ સાથે સેક્સ કરવા માટે પ્રોત્સાહિત કરે છે અને પછી તેમને ISISને સોંપી દે છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube