The Sabarmati Report Teaser Out: 'ધ સાબરમતી રિપોર્ટ' વર્ષની મચ અવેટેડ ફિલ્મોમાંથી એક છે. વિક્રાંત મેસીની ફિલ્મના મેકર્સે પ્રશંસકોનો ઉત્સાહ વધારતા ગઈ કાલે ફિલ્મનું અદ્ભુત પોસ્ટર રિલીઝ કર્યું હતું, જેનાથી ચાહકોનો ઉત્સાહ વધી ગયો હતો. આ ફિલ્મ ભારતીય ઈતિહાસની એક મહત્વપૂર્ણ ઘટના પર આધારિત કહાની પર આધારિત છે. જેના વિશે વધુ જાણવા માટે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અસરકારક પોસ્ટર 2002ની તે દુર્ઘટના દર્શાવી છે જેણે સમગ્ર દેશને અંદરથી હચમચાવી દીધો હતો. હવે આખરે મેકર્સે આજે આ ફિલ્મનું ટીઝર પણ રિલીઝ કર્યું છે. જે પહેલાથી માનવામાં આવી રહેલી વાતોને પડકાર ફેંકે છે અને આ ઘટનાની હકીકતને સામે લાવે છે, જેણે દેશની દિશાને હંમેશાં માટે બદલી નાંખી હતી.


'ધ સાબરમતી રિપોર્ટ' નું ટીઝર ઉભા કરી દેશે રૂવાડા
સાબરમતી રિપોર્ટનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ટીઝર લોકોની વિચારસરણી બદલી શકે છે. ટીઝર દેખાડે છે કે આ ફિલ્મ દેશના એક મહત્વપૂર્ણ ઐતિહાસિક ક્ષણથી જોડાયેલી છે. ટીઝરમાં એવું પણ દેખાડવામાં આવ્યું છે કે આ ફિલ્મ હિમ્મતની સાથે તે હકીકતને સામે લાવવાની કોશિશ કરે છે, જે 27 ફેબ્રુઆરી 2002ની સવારે ગોધરા સ્ટેશનની પાસે સાબરમતી એક્સપ્રેસમાં થઈ હતી. આ ફિલ્મ અમુક મબત્વપૂર્ણ સવાલ પણ પુછે છે જેવા કે અસલમાં શું થયું હતું? ભવિષ્ય વિશે જાણકારી કોની પાસે છે? કોને ખોટી જાણકારી આપી? અને આ અમારા આજને કેવી રીતે પ્રભાવિત કરે છે?



ટીઝરને બાલાજી મોશન પિક્ચર્સે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જાહેર કરતા કેપ્શનમાં લખ્યું છે, આજનું હિન્દુસ્તાન જવાબ આપવાનું પણ જાણે છે અને સવાલ પુછવાનું પણ, સત્યને પરેશાન કરી શકાય છે, પરંતુ પરાજિત નહીં.


ક્યારે રિલીઝ થશે 'ધ સાબરમતી રિપોર્ટ'?
બાલાજી ટેલિફિલ્મ્સ લિમિટેડ અને વિકિર ફિલ્મ્સ પ્રોડક્શન દ્વારા પ્રેજેન્ટ બાલાજી મોશન પિક્ચર્સ દ્વારા પ્રસ્તુત, 'ધ સાબરમતી રિપોર્ટ'માં વિક્રાંત મેસી, રાશિ ખન્ના અને રિદ્ધિ ડોગરા મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ ધીરજ સરના દ્વારા નિર્દેશિત છે અને શોભા કપૂર, એકતા આર કપૂર, અમૂલ વી મોહન અને અંશુલ મોહન દ્વારા નિર્મિત છે. આ ફિલ્મને ઝી સ્ટુડિયો દ્વારા વિશ્વભરમાં રિલીઝ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ 15 નવેમ્બર 2024ના રોજ રીલિઝ થશે.