કોલકાતા : પશ્ચિમ બંગાળના સુંદરવનના લોકો માટે ટોલિવુડના કલાકારોએ અનોખી પહેલ કરી છે. ટોલિવુડ સેલેબ્રિટી દેબલીના દત્તા મુખર્જી અને તથાગત્ત મુખર્જીએ અહીં કાબિલ એ તારિફ પગલું ઉઠાવ્યું છે. સુંદરવનનાં બાલી દ્વીપ પર સિલેબ્રિટીઝે ધ શોપ ઓફ ગોડ (ભગવાનની દુકાન)ને લોન્ચ કરી હતી. સુંદરવન જંગલોમાં વાઘના હૂમલામાં ઘણા લોકો મરી જાય છે. પરિવારનાં એક માત્ર કમાઉ સભ્યનો જીવ જતો રહેવાનાં કારણે તેમનાં પરિવારજનોને ખુબ જ કષ્ટ ભોગવવા પડે છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધ શોપ ઓફ ગોડને એવા જ પરિવારનોની મદદ માટે બનાવવામાં આવી છે. દેબલીના અને તથાગત્તે એફઇઇડી નામની સંસ્થાની સહાયતાથી જાન્યુઆરી 2018માં આ પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યો હતો. અવિજિત દેબનાથ, અમિતાભ ચક્રબર્તી, સુજોય દાસ મહાપાત્રા અને ડો. અપૂર્વ ચેટર્જીએ આ પ્રોજેક્ટનો હિસ્સો છે. તે લોકો પકડા, જુત્તા અને વાસણ બધુ જ એકત્ર કરે છે અને અસરગ્રસ્ત લોકોને આપે છે. 

ધ શોપ ઓફ ગોડ દ્વારા અત્યાર સુધી 10 હજાર કપડા વહેંચવામાં આવી ચુક્યા છે. ભવિષ્યમાં આ પ્રોજેક્ટને પુરુલિયા, આસનસોલ અને ઉત્તરી બંગાળના ચાના બગીચા સુધી પહોંચાડવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટને ધીરે ધીરે ઘણી સફળતા મળી રહી છે. જેનાં કારણે તેનું વિસ્તરણ કરવા અંગે વિચારણા કરવામાં આવી રહી છે.