મુંબઇ: અલી અબ્બાસ જફરના અનુસાર ફિલ્મ ભારતમાં સલમાન ખાનથી વધુ સારું આ પાત્ર કોઇ ભજવી ન શકે. તેનું મુખ્ય કારણ એ છે પણ છે કે સલમાન ખાન તેમના પરિવાર અને ખાસકરીને પોતાના પિતાની ખૂબ નજીક છે અને તે પોતાના પરિવાર સાથે જોડાયેલી વાતો બિલકુલ બાંધછોડ કરતા નથી. અભિનેતાના અંગત લોકોએ પણ સલમાન ખાન અને તેમના પિતાના સંબંધોની ઉંડાઇને શેર કરતાં કહ્યું કે સલમાન પોતાના પિતાના શબ્દોને સૌથી વધુ મહત્વ આપે છે. તેનાથી વધીને એક આદર્શ પુત્રની માફક સલમાન ખાન ક્યારેય પોતાના પિતાના શબ્દની વિરૂદ્ધ જતા નથી. જોવા જઇએ તો સલમાન અને સલીમ ખાનનો સંબંધ બોલીવુડમાં સૌથી પ્રેરણાદાયક સંબંધ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફિલ્મની કહાની એક વ્યક્તિગત સંબંધ પર આધારિત છે કારણ કે ભારતની કહાની સલમાન અને સલીમ ખનાના સંબંધ સાથે મેચ થાય છે. ફિલ્મમાં તે પોતાના પરિવાર માટે બધી મુશ્કેલીઓ સાથે લડવા માટે તૈયાર રહે છે અને અભિનેતા પોતાના વ્યક્તિગત જીવનમાં પણ પરિવારને લઇને ખૂબ સતર્ક રહે છે. 


નિર્દેશક અલી અબ્બાસ જફરે સલમાન ખાનને યોગ્ય સિલેક્શન ગણાવતાં કહ્યું, ''એટલા માટે મને લાગે છે કે ભારતમાં સલમાન ખાનની ભૂમિકા ભજવવા માટે બીજો સારો વિકલ્પ હોઇ ન શકે કારણ કે આ ફિલ્મ એક પિતા-પુત્રના સંબંધ વિશે છે અને જે પણ સલમાન અને સલીમ અંકલના સંબંધથી માહિતગાર છે, તે આ વાત જાણે છે કે એક-બીજાની કેટલા નજીક છે અને તેમની વચ્ચે કેટલું સન્માન છે. ''53 વર્ષની ઉંમરમાં સલમાન ખાનને સૌથી આજ્ઞાકારી પુત્ર ગણે છે અને તેમની આસપાસના લોકો મોટાભાગે તેમને તે વ્યક્તિના રૂપમાં ઓળખે છે જે પોતાના પિતાની ઇચ્છાઓને માને છે. 


નિર્દેશક આગળ કહે છે કે ''એ પણ તથ્ય એ છે કે જ્યારે તમે ભારત જેવી ફિલ્મ કરો છો, તો તમારે એક એવા સુપરસ્ટારની જરૂર હોય છે, જેને આ દેશમાં પ્રત્યેક વ્યક્તિ ઓળખતો હોય. અને ક્યાંક ને ક્યાંક આ બંને વસ્તુઓ જાદુઇ સંબંધો અને સ્ટારડમનું નિર્માણ કરે છે અને તેમનો સંબંધ જે પોતાના પિતા સાથે શેર કરે છે અને તે બંને વસ્તુઓમાં જ સારા પરર્ફોમન્સની સાથે નિખારી દે છે.


વર્ષની સૌથી બહુપ્રતિક્ષિત ફિલ્મોમાંથી એક, ભારત સાથે અલી અબ્બાસ જફર અભિનેતા સલમાન ખાન અને કૈટરીના કૈફ સાથે ત્રીજીવાર સહયોગ કરી રહ્યા છે. ફિલ્મમાં સલમાન ખાન અને કૈટરીના કૈફની સાથે તબ્બૂ, જેકી શ્રોફ, દિશા પટણી, નોરા ફતેહી અને સુનીલ ગ્રોવર જેવા અનુભવી કલાકારો સામેલ છે. અલી અબ્બાસ જફર દ્વારા નિર્દેશિત અને અતુલ અગ્નિહોત્રીની રીલ લાઇફ પ્રોડક્શન પ્રાઇવેટ લિમિટેડ અને ટી સીરીઝ દ્વારા નિર્મિત આ ફિલ્મ 5 જૂન 2019ના રોજ ઇદ પર રિલીજ થશે.