નવી દિલ્હી: ફિલ્મ પેન્ગ્વિન(Penguin)નું ટીઝર રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર છવાઈ ગયું છે. અમેઝોન પ્રાઈમ વીડિયો પર 19 જૂનના રોજ પોતાના વિશેષ વર્લ્ડ પ્રીમિયર માટે નિર્ધારિત આ મનોવૈજ્ઞાનિક થ્રિલર પેન્ગ્વિન એક માતા દ્વારા પોતાના બાળકને બચાવવાની કોશિશમાં શારીરિક અને ભાવનાત્મક સફર પર આધારિત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

33 લાખથી વધુ વાર જોવાયો વીડિયો
કાર્તિક સુબ્બારાજ, સ્ટોન બેન્ચ ફિલ્મ્સ અને પેશન સ્ટુડિયોઝ પ્રોડક્શનની આ ફિલ્મના પોસ્ટરે પહેલેથી જ દર્શકોમાં ખુબ ઉત્સુકતા પેદા કરી છે. 24 કલાક પહેલા રિલીઝ કરાયેલા આ ટીઝરના વીડિયોને યુટ્યુબ પ ર 33 લાખથી વધુ વાર જોવાયો છે. 


જુઓ ટીઝર....



અમેઝોન પ્રાઈમ વીડિયોએ પોતાના સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું કે એક માતાનું ખરાબ સપનું સાચુ પડી ગયું. ટ્રેલર 11 જૂનના રોજ રિલીઝ થશે. હેશટેગ પેન્ગ્વિનઓનપ્રાઈમ 19 જૂનના રોજ તામિલ, તેલુગુમાં અને મલયાલમમાં ડબ સાથે રિલીઝ થશે.