The Vaccine War: કોરોનાના કારણે લોકો તોડી રહ્યા હતા દમ ત્યારે શું ચાલી રહ્યું હતું લેબમાં ? જુઓ Trailer
The Vaccine War Trailer: વિશ્વની સૌથી મોટી મહામારી કોરોના વાયરસ પર બનેલી ફિલ્મ ધ વેક્સિન વોર આ મહિનામાં જ રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મ રિલીઝ થાય તે પહેલા તેનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. વિવેક અગ્નિહોત્રીની આ ફિલ્મનું ટ્રેલર રુવાડા ઉભા કરીને તેવું છે.
The Vaccine War Trailer: વિશ્વની સૌથી મોટી મહામારી કોરોના વાયરસ પર બનેલી ફિલ્મ ધ વેક્સિન વોર આ મહિનામાં જ રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મ રિલીઝ થાય તે પહેલા તેનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. વિવેક અગ્નિહોત્રીની આ ફિલ્મનું ટ્રેલર રુવાડા ઉભા કરીને તેવું છે. આ ફિલ્મને જોઈને એક ભારતીય તરીકે ગર્વ પણ અનુભવ થાય છે. ભારતના વૈજ્ઞાનિકોની દિવસ રાતની મહેનતના કારણે ભારત જ નહીં પરંતુ વિશ્વભરને કોરોના વાયરસથી રાહત મળી
આ પણ વાંચો:
જેલર ફિલ્મની સફળતાથી પ્રોડ્યુસર ખુશખુશાલ, રજનીકાંતને આપી BMW, ટીમના 300 લોકોને Gold
અવનીત કૌરે ગ્રીન રિવીલિંગ ડ્રેસ પહેરી ફોલો કર્યો 'સાઈડ બૂબ' ટ્રેંડ, બોલ્ડ ફોટો વાયરલ
ભગવાન વિષ્ણુના અવતાર પછી શિવજી બનશે પ્રભાસ, વિષ્ણુ મંચૂ સાથે મિલાવ્યો હાથ
વિશ્વભરના દેશો કોરોના વાયરસ સામે જંગ લડી રહ્યા હતા ત્યારે ભારતના વૈજ્ઞાનિકો લેબમાં વેક્સિન માટે જંગ લડતા જોવા મળે છે. લોકો કોરોના વાયરસથી મરી રહ્યા હતા અને તેમના ચહેરા પર ચિંતા અને ગભરાટ હતો તેવામાં ભારતના વૈજ્ઞાનિકો લેબોરેટરીમાં અલગ જ જંગ લડી રહ્યા હતા અને આ જંગ હતી લોકોને મોતથી બચાવવાની.
ધ વેક્સિન વોર ફિલ્મને દેશની પહેલી બાયો સાયન્સ ફિલ્મ પણ કહેવામાં આવી રહી છે. આ ફિલ્મોમાં પલ્લવી જોશી, નાના પાટેકર, અનુપમ ખેર, રાયમા સેન છે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 28 સપ્ટેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. તો વેક્સિન વોર ફિલ્મ પહેલા વિવેક અગ્નિહોત્રી ધ કાશ્મીર ફાઇલ ફિલ્મ્સ લઈને આવ્યા હતા. જેણે કરોડો રૂપિયાની કમાણી કરી હતી. ત્યારે હવે આ ફિલ્મ પર પણ લોકોની નજર ટકેલી છે.