Bollywood star-kids: બોલીવૂડના ઘણા એવા સ્ટાર્સ છે જેમને લાંબા સમયથી પોતાના અભિનયથી આજે પણ લોકોના દિલમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. પણ તેમના બાળકો આ કામ કરી શક્યા નથી. ઘણી એવી અભિનેત્રીઓ છે જેણે શરૂઆતના સમયમાં ફિલ્મોમાં કામ કર્યું પણ પછી ગાયબ થઈ ગઈ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તનીષા મુખર્જી
તનીષા મુખર્જી બોલીવૂડની દિગ્ગજ અભિનેત્રી તનુજાની પુત્રી છે. અને તેઓ સુપરહિટ અભિનેત્રી કાજોલની બહેન છે. તનુજા તેના સમયની સુપરહિટ અભિનેત્રીઓમાંની એક હતી. પરંતુ તનીષા મુખર્જીએ ન તો તેની માતાની જેમ અને ન તો તેની બહેનની જેમ  ફિલ્મોમાં નામ કમાવ્યું. છેલ્લા ઘણા સમયથી તનીષાએ ફિલ્મોમાં કામ નથી કર્યું.



ઈશા  દેઓલ
ઈશા  દેઓલ બોલીવૂડના  દેઓલ પરિવારની દીકરી છે. ઈશા દેઓલ દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર અને હેમા માલિનીની પુત્રી છે.  અભિનેતા ધર્મેન્દ્ર અને હેમા માલિનીની જોડી સુપરસ્ટાર જોડીમાં ગણાય છે. પરંતુ ઈશા દેઓલ 1-2 હિટ ફિલ્મો આપીને પડદા પરથી ગાયબ થઈ ગઈ છે.



આ પણ વાંચો:
9 વર્ષ અને 18 વિદેશી રાષ્ટ્રધ્યક્ષો, કેવી રીતે ભારતનું નવું શો વિન્ડો બન્યું અમદાવાદ
આ વિશેષ ગુણો ધરાવતી છોકરીઓ પર મરતા હોય છે છોકરાઓ, કંઈ પણ કરવા હોય છે તૈયાર
ગુજરાતના ITI પાસ યુવક-યુવતીઓ માટે સુવર્ણ અવસર, આ ભરતીમાં અપાશે આટલા બોનસ ગુણ

 
રિયા સેન
રિયા સેનની માતા મૂન મૂન સેન પોતે એક સ્ટાર કિડ હતી. જેમની માતા લોકપ્રિય બંગાળી અભિનેત્રી  સુચિત્રા સેન છે. રિયા સેનની માતા અને દાદીએ ફિલ્મોમાં સારૂં કામ કર્યું છે. પરંતુ રિયા સેન તેના જેવું સ્થાન હાંસલ ના કરી શકી.  



રિંકી ખન્ના 
રિંકી ખન્ના સુપરસ્ટાર રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાની પુત્રી છે. રિંકી ખન્નાએ ઘણા સમય પહેલા એક્ટિંગની દુનિયાને અલવિદા કહી દીધું છે. તેણે પોતાના કરિયરમાં માત્ર અમુક જ ફિલ્મો કરી હતી જે બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ ન કરી શકી.



  
 જુહી બબ્બર
 જુહી બબ્બર અભિનેતા અને રાજકારણી રાજ બબ્બરની પુત્રી છે. જુહી બબ્બરે પોતાના કરિયરમાં ઘણી ફિલ્મો કરી છે, પરંતુ તેની એક પણ ફિલ્મ દર્શકોનું દિલ જીતી શકી નથી. આવી સ્થિતિમાં જૂહી બબ્બર હવે એક્ટિંગની દુનિયાથી દૂર છે.



આ પણ વાંચો:
ગાંધીનગરમાં PM મોદી અને શંકરસિંહ વાઘેલા વચ્ચે એક કલાક થઇ મુલાકાત, જાણો શું ચર્ચા થઈ?
તિહાડ જેલમાંથી મનીષ સિસોદિયાએ લખ્યો પત્ર, કહ્યું- એકવાર જો આખા દેશમાં...'
ગુજરાતના ખેડૂતો માટે ફરી માઠા સમાચાર, આ તારીખથી ફરી કડાકા ભડાકા સાથે ત્રાટકશે મેઘો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube