5 Major Mistakes of Anupama: સ્ટાર પ્લસની સુપરહિટ ટીવી સીરિયલ અનુપમા છેલ્લા બે વર્ષથી નાના પરદા પર પોતાની પકડ જમાઈને બેઠી છે. રાજન શાહીનો આ શો સતત ટીઆરપી લિસ્ટમાં તેનું બેસ્ટ પ્રદર્શન આપી રહ્યો છે. અત્યાર સુધી ટીવીનો કોઈપણ શો અનુપામાને માત આપી શક્યો નથી. જોકે, હિટ હોવા છતાં અનુપમા સીરિયલમાં કેટલીક ખામીઓ છે. ટીઆરપી મેળવવાના ચક્કરમાં મેકર્સ વારંવાર આ ભૂલો કરે છે. જોકે, મેકર્સની આ ભૂલોએ ફેન્સનું દિમાગ ખરાબ કરવાનું શરૂ કરી દીધું છે. આ જ કારણ છે કે, સમય સમય પર અનુપમાના મેકર્સ દર્શકોના નિશાના પર આવી રહ્યા છે. અમારા આ અહેવાલમાં અમે તમને અનુપમા સીરિયલની 5 મોટી ભૂલો વિશે જણાવી રહ્યા છીએ જે કદાચ જ તમે નોટિસ કરી હશે.


ભૂલ કર્યા પછી પણ જ્ઞાન આપે છે અનુપમા
અનુપમા ભાષણ આપવા માટે જાણીતી છે. મુદ્દો કોઈપણ હોય અનુપમા તેના પર પોતાનો અભિપ્રાય આપવાનું ભૂલતી નથી. જોકે, અનુપમા પોત ભૂલોનો પિટારો છે. અનુપમા ઘણીવાર ભૂલો કરે છે. આટલી બુદ્ધિશાળી હોવા છતાં પણ અનુપમાને ખબર નથી પડતી કે બરખા તેના વિરુદ્ધ શું કાવતરું ઘડી રહી છે. અનુપમા માત્ર બોલવાનું જાણે છે, વાતો પર અમલ કરવાનું નહીં...! મેકર્સે પણ કેટલીકવાર અનુપમા પાસે પણ અમલ કરાવવું જોઇએ. કેમ કે, બોલવું જેટલું સરળ છે તે કામ કરવું એટલું જ અઘરું છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube