ઝી મીડિયા/બ્યૂરો :ફિલ્મ ઓકે જાનુનું ધ હમ્મા સોન્ગ આજે પણ યુટ્યુબ પર ધમાલ મચાવી રહ્યું છે. આ ગીતના બીટ્સ જ એવા છે કે તે તમને થિરકવા પર મજબૂર કરી દે છે. લોકોની વચ્ચે આ ગીત આજે પણ બહુ જ પોપ્યુલર છે, એટલુ જ નહિ યંગસ્ટર્સમાં તેનો ક્રેઝ વધુ છે. અનેક યંગસ્ટર્સે આ ગીત પર પોતાના ડાન્સ ટેપ્સ બનાવીને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો છે. 


‘ગુજરાતે અમને ઘણુ આપ્યું છે, અમે પાછા આવીશું...’કર્મભૂમિ ગુજરાતને વંદન કરીને ક્રિશ્નાદેવી અને પતિએ ટ્રેનમાં પગ મૂક્યો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

48 લાખથી વધુવાર જોવાયો આ વીડિયો
આ ક્રમમાં હાલ ઈન્ટરનેટ પર એક વીડિયો તેજીથી પોપ્યુલર બની રહ્યો છે. જેમાં એક કપલ આ ગીત પર જબરદસ્ત રીતે ડાન્સ કરી રહ્યું છે. આ વીડિયોમાં ડાન્સ કરી રહેલ કપલ પોતાના અનેક ડાન્સ વીડિયો સતત યુટ્યુબ પર અપલોડ કરતા રહે છે. યુટ્યુબ પર The BOM Squad દ્વારા અપલોડ કરવામાં આવેલ આ વીડિયોને અત્યાર સુધી 4,871,320 વ્યૂઝ મળ્યાં છે. 


આ નાનકડુ માટલું લાવી દેશે તમારી તમામ સમસ્યાઓનો એકઝાટકે અંત 



આ કપલના ડાન્સ પરર્ફોમન્સ યુટ્યુબ પર બહુ જ પોપ્યુલર છે. સોશિયલ મીડિયા આજે એક એવુ માધ્યમ બની ગયું છે, જ્યાં દરેક કોઈ તેની સાથે જોડાવા માંગે છે. કારણ કે, તેના માધ્યમથી આજે દેશના યુવા સમગ્ર દુનિયાની સામે પોતાનુ ટેલેન્ટ બતાવી શક્યા છે. જે લોકોને પોતાના ટેલેન્ટ માટે કોઈ પ્લેટફોર્મ નથી મળતું, આવામાં સોશિયલ મીડિયા તેઓ માટે વરદાનરૂપ સાબિત થાય છે.