Top TV Shows of this week: વર્ષના 34 માં અઠવાડિયનું ટીઆરપી લિસ્ટ સામે આવ્યું છે. આ વખતે અનુપમા, ઇમલી, યે રિશ્તા ક્યા કહેલાતા હૈ, ગુમ હૈ કિસી કે પ્યાર મેં, બન્ની ચાઉ હોમ ડિલીવરી જેવા શોએ ટોપ 5 માં પોતાની જગ્યા બનાવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સામે આવ્યું 34 માં અઠવાડિયાનું ટીઆરપી લિસ્ટ
વર્ષના 34 માં અઠવાડિયે ટીઆરપી લિસ્ટ સામે આવ્યું છે. દરેક વખતની જેમ આ વખતે પણ અનુપમા ટીઆરપીમાં ટોપ પર છે. અનુપમાએ ફરિ સાબિત કર્યું કે આ શોની રેટિંગનો કોઈપણ સામનો કરી શકતું નથી. પરંતુ અનુપમા શો માટે ગુમ હૈ કિસી કે પ્યારમે સીરિયલ માથાનો દુ:ખાવો બની શકે છે. જો ટીઆરપી લિસ્ટમાં ઉપર આવતા અનુપમાની જગ્યા છીનવાઈ શકે છે. સીરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ, કુમકુમ ભાગ્ય, યે હે ચાહત અને ગુમ હૈ કિસી કે પ્યાર મેં જેવા શો ટોપ 5 માં સામેલ છે. ચાલો જાણીએ આજની ટીઆરપી લિસ્ટમાં કયા સૌથી મોટા ફરેફરા જોવા મળી રહ્યા છે.


આ પણ વાંચો:- આ લોકો વગર અધૂરો છે Taarak Mehta નો શો, ક્યારે ગુંજી ઉઠશે ગોકુલધામ સોસાયટી?


અનુપમા (Anupamaa)
રુપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો સુપરહિટ શો અનુપમા આ વખતે પણ ટીઆરપી લિસ્ટમાં ટોપ પર છે. આ શોએ આ વખતે પણ નંબર વનની ખુરશી પર પોતાનો કબજો જમાવ્યો છે.


ગુમ હૈ કિસી કે પ્યાર મેં (Ghum Hai Kisikey Pyaar Meiin)
સીરિયલ ગુમ હે કિસી કે પ્યાર મેં આ અઠવાડિયે પણ બીજા નંબરની પોઝિશન પર પોતાનો અડિંગો જમાવેલો છે. શોમાં આવી રહેલા ટ્વિસ્ટ અને ટર્ન્સ ફેન્સને પસંદ આવી રહ્યા છે.


આ પણ વાંચો:- સિદ્ધાર્થ શુક્લાની ડેથ એનિવર્સરી પર સોશિયલ મીડિયામાં પૂર, હેટર્સે પણ કરી આવી કોમેન્ટ્સ


યે હૈ ચાહતેં (Yeh Hai Chahatein)
ગત અઠવાડિયાને જેમ આ વખેત પણ સીરિયલ યે હૈ ચાહતેં નંબર 3 પર છે. યે હૈ ચાહતેંએ ટોપ 2 શોને ટક્કર આપવાની શરૂ કરી દીધી છે.


ઇમલી (Imlie)
લીપ બાદ સીરિયલ ઇમલીની રેટિંગમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે. સુંબુલ તૌકીર ખાનના આ શો આ વખતે પણ નંબર 4 પર જોવા મળી રહ્યો છે.


આ પણ વાંચો:- અડધી રાત્રે સલમાન નશામાં પહોંચ્યો એક્ટ્રેસના ઘર, દરવાજો ન ખોલતા આપી સ્યુસાઈડની ધમકી


યે રિશ્તા ક્યા કહેલાતા હૈ (Yeh Rishta Kya Kehlata Hai)
સીરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈએ આ વખતે ટીઆરપીમાં નંબર 5 ની પોઝિશન ઝડપી લીધી છે. લીપ બાદ આ શોમાં પણ મોટા ફેરફાર જોવા મળી શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube