અમદાવાદ : પ્રિયંકા ચોપડા અને નિક જોનસની સગાઇની જાહેરાત બાદ ટુંકમાં જ લગ્નના બંધનમાં બંધાઇ શકે છે. પ્રિયંકા અને નિકનું નામ પોત- પોતાની ઇન્ડસ્ટ્રીના જાણીતા હસ્તીઓ પૈકી એક છે. બંન્ને સ્ટારડમનો અંદાજ તેમના લક્ઝરી લાઇફસ્ટાઇલ પરથી સ્પષ્ટ ઝળકે છે. જો બંન્નેની વાર્ષિક કમાણીની વાત કરીએ તો બંન્ને અખુટ સંપત્તીના માલિક છે. રિપોર્ટ્સ અનુસાર અમેરિકન સિંગર નિક જોન્સન કમાણી મુદ્દે પ્રિયંકા ચોપડા કરતા ઘણો આગળ છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નિકની કમાણી Daily Mail estimatesના એક રિપોર્ટ અનુસાર વાર્ષીક 25 મિલિયન છે. એટલે કે નિક વાર્ષિક 171 કરોડ રૂપિયા કમાય છે. અત્રે ઉંલ્લેખનીય છે કે આ આંકડો 1 June, 2016 થી 1 June, 2017 સુધીનો છે. જે તેની કમાણીનાં બહાર પડેલા રિપોર્ટ પર બેઝ્ડ છે. બીજી તરફ પ્રિયંકાની વાત કરીએ તો વર્ષ 2017નાં ફોર્બ્સનાં રિપોર્ટ અનુસાર પ્રિયંકા મોસ્ટ પાવરફુલ વુમેનની યાદીમાં 97માં નંબર પર હતી. આ રિપોર્ટમાં પ્રિયંકાની વાર્ષીક કમાણી 64 કરોડ રૂપિયા ગણાવાઇ છે. 

આ પ્રકારે ટુંકમાં જ લગ્નના બંધનમાં બંધાવા જઇ રહેલા આ કપની વાર્ષિક કમાણી 200 કરોડ રૂપિયા કરતા પણ વધારે છે. 18 ઓગષ્ટના રોજ નિક જોનસ અને પ્રિયંકા ચોપડાની રોકા સેરેમની અને સગાઇ પાર્ટીનું આયોજન થું. હવે આ કપલની વેડિંગ ડેટ મુદ્દે ઘણી ચર્ચા ચાલી રહી છે. કહેવાઇ રહ્યું છે કે, કપલ આ વર્ષે ઓક્ટોબર મહિનામાં લગ્નના બંધનમાં બંધાઇ શકે છે. લગ્નનું આયોજન ભારતમાં થશે અથવા તો અમેરિકા તે અંગે હજી સુધી કોઇ પણ સ્પષ્ટતા કરવામાં આવી નથી.