29 જૂનથી હતું Sushant Singhનું આ નવું પ્લાનિંગ, જાણો શું-શું કરવા ઇચ્છતો હતો
સ્વ. અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની બહેન શ્વેતા સિંહ કીર્તિએ તે સફદ બોર્ડને તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે. જેના પર સુશાંતની 29 જૂનથી શું પ્લાનિંગ હતું, તે લખ્યું છે. હવે એવામાં ફરી એકવાર સવાલ ઉભો થઇ રહ્યો છે કે જે વ્યક્તિ ભિવષ્યનું પ્લાનિક કરી રહ્યો હતો, શું તે આત્મહત્યા કરી શકે છે. જો કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, તેણે આત્મહત્યા કરી છે.
નવી દિલ્હી: સ્વ. અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની બહેન શ્વેતા સિંહ કીર્તિએ તે સફદ બોર્ડને તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે. જેના પર સુશાંતની 29 જૂનથી શું પ્લાનિંગ હતું, તે લખ્યું છે. હવે એવામાં ફરી એકવાર સવાલ ઉભો થઇ રહ્યો છે કે જે વ્યક્તિ ભિવષ્યનું પ્લાનિક કરી રહ્યો હતો, શું તે આત્મહત્યા કરી શકે છે. જો કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, તેણે આત્મહત્યા કરી છે.
આ પણ વાંચો:- સુશાંત સિંહની બહેને PM મોદીને કરી મદદની અપિલ, લખ્યો ઓપન લેટર
શ્વેતાએ શુક્રવારે વ્હાઇટ બોર્ડની એક તસવીર પોસ્ટ કરી, જેમાં લખ્યું- 'ભાઈનું વ્હાઇટ બોર્ડ જ્યાં તે 29 જૂનથી દરરોજ તેનું વર્કઆઉટ અને ટ્રાંસેન્ડેન્ટલ મેડિટેશન શરૂ કરવાનું વિચારી રહ્યો છે. તેથી તે આગળની યોજના બનાવી રહ્યો હતો.
EXCLUSIVE- સુશાંત એટલો નબળો ન હતો કે આત્મહત્યા કરી લે: અંકિતા લોખંડે
શ્વેતાસિંહ કીર્તિની આ પોસ્ટ લોકોએ સકારાત્મક પ્રતિસાદ આપ્યો. તમને જણાવી દઈએ કે, સુશાંત સિંહ રાજપૂતે ગત મહિને 14 જૂને મુંબઈમાં તેના ઘરે ગળા ફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. સમાચાર અનુસાર તે છેલ્લા 6 મહિનાથી ડિપ્રેશનમાં હતો, પરંતુ હજી સુધી તેની આત્મહત્યા પાછળનું વાસ્તવિક કારણ બહાર આવ્યું નથી. મુંબઇ પોલીસ 14 જૂનથી આ કેસની તપાસ કરી રહી છે. ત્યારે આ કેસમાં પટનામાં એફઆઇઆર નોંધાયા બાદ હવે બિહાર પોલીસની એક ટીમ મુંબઇમાં આ મામલે તપાસ કરી રહી છે. (ઇનપુટ: IANS)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube