નવી દિલ્હી: બોલિવૂડમાં જગ્ગુ દાદાના નામથી જાણીતા અભિનેતા જેકી શ્રોફે અત્યાર સુધીમાં લગભગ 200 ફિલ્મોમાં કામ કર્યું છે. 1 ફેબ્રુઆરી 1957ના રોજ લાતુર (મહારાષ્ટ્ર)માં જન્મેલા જગ્ગુ દાદાના પિતા કાકાભાઈ હરિભાઈ શ્રોફ ગુજરાતી હતાં અને માતા હુરુનિસા તુર્કીના હતાં. જેકી શ્રોફનું આખુ નામ જયકિશન કાકુભાઈ શ્રોફ છે. ફિલ્મ હીરોથી જેકી શ્રોફની એન્ટ્રી બોલિવૂડમાં થઈ અને એક લીડ અભિનેતા તરીકે ઓળખ મળી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એ વાતમાં કોઈ શક નથી કે આજે જેકી શ્રોફ જે સફળતા માણી રહ્યો છે તેના માટે તેણે ભારે સંઘર્ષ કર્યો છે. હાલ દેશમાં કોરોના વાયરસના કારણે 3 જી મે સુધી લોકડાઉન છે. આ દરમિયાન અનેક બોલિવૂડ સેલેબ્સ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ થઈ ગયા છે. છાશવારે પોતાની તસવીરો ઈન્સ્ટાગ્રામ કે ટ્વીટર પર સતત શેર કરી રહ્યાં છે. આ બધા વચ્ચે જેકી શ્રોફની વાઈફ આયેશા શ્રોફે પણ એક તસવીર પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જે ખુબ જૂની છે. 



તસવીરમાં જેકી શ્રોફ સાથે તેના બે બાળકો ટાઈગર શ્રોફ અને પુત્રી કૃષ્ણા શ્રોફ જોવા મળી રહ્યાં છે. જો કે ટાઈગર અને કૃષ્ણા કદાચ આ તસવીરમાં તમને ન પણ ઓળખાય કારણ કે બંને ખુબ નાના છે. આયેશા દ્વારા શેર કરાયેલી આ તસવીર હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહી છે. લોકો સતત તેના પર કોમેન્ટ કરી રહ્યાં છે અને ખુબ લાઈક મળી રહી છે.