મુંબઇ : કિંગ ખાન હાલ પોતાની આગામી ફિલ્મ ઝીરોનાં શુટિંગમાં બીઝી છે. આ ફિલ્મનાં શૂટિંગ માટે મુંબઇની નજીક જ સેટ લગાવવામાં આવ્યો છે. શુટિંગનું સ્થળ નજીક હોવાનાં કારણે શાહરૂખ પોતાનાં પરિવારને સમય આપી શકે છે. જો કે મુંબઇનાં ટ્રાફીકથી તે ખુબ જ પરેશાન છે. રિપોર્ટ્સ અનુસાર તે ટ્રાફીકની સમસ્યાથી બચવા માટે હાલ શુટિંગ પર આવવા જવા માટે પ્રાઇવેટ જેટનો ઉપયોગ કરી રહ્યો છે. જેથી બચેલો સમય તે પોતાનાં પરિવારને આપી શકે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડેક્કન ક્રોનિકલનાં એક રિપોર્ટ અનુસાર શાહરૂખ સાંજે સાત વાગ્યે શુટિંગ માટે નિકળે છે અને પરત સવારે 6 વાગ્યે આવે છે. એક્ટરનું શેડ્યુઅલ 8 એપ્રીલ સુધીનું છે. ટ્રાફીકમાં ફસાવાનાં કારણે શુટિંગમાં પણ સમય લાગે છે અને વધારે સમય રસ્તા પર જ બગડે છે માટે તેણે ચોપર દ્વારા આવવા જવાનું નક્કી કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે હેરી મેટ સેઝલ બોક્સ ઓફીસ પર નિષ્ફળ જવાનાં કારણે કિંગ ખાન એક મોટી હિટ મળે તે જરૂરી છે. તેણે નિર્દેશક આનંદ રાયની જીરોથી ઘણી આશા છે.


હાલમાં જ રાયે પણ એક ઇન્ટરવ્યું દરમિયાન જણાવ્યું હતું કે શાહરૂખને કામ કરતો જોઇને તે દંગ રહી જાય છે. કેરિયરનાં 25 વર્ષ કાઢ્યા છતા પણ કોઇ વ્યક્તિમાં એક બાળક જેટલી ઉર્જા કઇ રીતે હોઇ શકે છે. આટલી સફળતા મેળવ્યા બાદ આટલી બ્લોક બસ્ટર ફિલ્મો આપ્યા છતા પણ તે હજી પણ ડાઉન ટુ અર્થ છે. આ ફિલ્મમાં પણ શાહરૂખ સાથે કેટરિના કેફ અને અનુષ્કા શર્મા જોવા મળશે. 


આ ફિલ્મમાં પહેલીવાર શાહરૂખ ખાન એક ઠિંગણા વ્યક્તિનાં કેરેક્ટરમાં જોવા મળશે. આ ફિલ્મ સેટ પરથી કેટલીક તસ્વીરો પણ સામે આવી ચુકી છે. શાહરૂખની આ ફિલ્મની રાહ તેનાં પ્રશંસકો કાગડોળે જોઇ રહ્યા છે.