ઇરફાન ખાનની યાદમાં આ વીડિયો શેર કરી દીપિકાએ જે લખ્યું છે તે વાંચીને તમે પણ ભાવુક થઈ જશો
હકીકતમાં, ઇરફાન ખાન અને દીપિકા પાદુકોણે શુજીત સરકારની ફિલ્મ પીકૂમાં સાથે કામ કર્યું હતું. શુક્રવારે આ ફિલ્મના પાંચ વર્ષ પૂરા થયા છે. આ તકે ઇરફાનને યાદ કરતા તેમની સાથેની એક તસવીર દીપિકાએ શેર કરી છે.
નવી દિલ્હીઃ બોલીવુડના દિવંગત અભિનેતા ઇરફાન ખાન હજુ પણ આપણી યાદોમાં જીવીત છે. જ્યારે પણ તેમનો ચહેરો સામે આવે છે લાગે છે કે તેઓ અહીં જ છે. આપણને કંઇ નવુ જણાવતા, મનોરંજન કરાવતા. પરંતુ તે કડવુ સત્ય છે કે તેઓ હવે આ દુનિયામાં રહ્યા નથી માત્ર તેમની યાદો સાથે છે. આ યાદોમાં ગુમ દીપિકા પાદુકોણે ઇરફાન ખાનની સાથે એક જૂનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોની સાથે તેણે જે લખ્યું છે, તેને વાંચીને રડવુ આવી જશે.
હકીકતમાં, ઇરફાન ખાન અને દીપિકા પાદુકોણે શુજીત સરકારની ફિલ્મ પીકૂમાં સાથે કામ કર્યું હતું. શુક્રવારે આ ફિલ્મના પાંચ વર્ષ પૂરા થયા છે. આ તકે ઇરફાનને યાદ કરતા તેમની સાથેની એક તસવીર દીપિકાએ શેર કરી છે. આ સાથે તેણે એક લાંબી કવિતા પણ શેર કરી ઇરફાન ખાનને યાદ કર્યાં છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube