મુંબઈ : છેલ્લા ઘણી સમયથી એક્ટર ટાઇગર શ્રોફ અને દિશા પટણીના અફેરની ચર્ચા ગાજી રહી છે. આ બંનેએ ક્યારેય આ મામલે કોઈ પ્રકારની સ્પષ્ટતા નથી કરી. તેઓ એક તરફ સંબંધોની સ્પષ્ટતા કરવાનું ટાળી રહ્યા છે અને બીજી તરફ તેમના ડેટિંગની તસવીરો નિયમિત સમયાંતરે ક્લિક થતી રહે છે. જોકે આખરે ટાઇગરને દિશા સાથેના તેના સંબંધોની સ્પષ્ટતા કરવાની ફરજ પડી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફિલ્મમેકર કરણ જોહરના ચેટ શોમાં ટાઇગરે આખરે દિશા સાથેના તેના સંબંધોની સ્પષ્ટતા કરવાની ફરજ પડી છે. કરણ જોહરે જ્યારે તેને દિશા સાથેના તેના સંબંધો વિશે સીધો સવાલ કર્યો ત્યારે ટાઇગરે કહ્યું કે, "હું તેનો બહુ સારો મિત્ર છું. મને તેની કંપની ગમે છે અને હું તેની સાથે ખુશ રહું છું. મારા અને દિશાના રસના વિષયો સરખા છે. બોલિવૂડમાં મારા ખાસ મિત્રો નથી પણ દિશા સાથે મને ફાવે છે."


સલમાને તેની 'ખાસ' વ્યક્તિને ગિફ્ટ કરી આ લક્ઝરી કાર, તેનું નામ છે....


ટાઇગર શ્રોફની પ્રોફેશનલ લાઇફની વાત કરીએ તો તે બહુ જલ્દી સ્ટુડન્ટ ઓફ ધ યર 2માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે તારા સુતરિયા અને અનન્યા પાંડે જોવા મળે છે. હાલમાં પણ એવો ખુલાસો થયો છે કે બાગી 3માં ફરીવાર ટાઇગર શ્રોફ અને શ્રદ્ધા કપૂરની જોડી જોવા મળશે.  ટાઇગરની સ્ટુડન્ટ ઓફ ધ યર 2 10 મેના દિવસે રિલીજ થઈ રહી છે. આ ફિલ્મ પુનિત મલ્હોત્રા ડિરેક્ટ કરી રહ્યો છે. દિશા પટણી પણ ઇદ વખતે રિલીઝ થનારી સલમાન ખાનની બહુ ગાજેલી ફિલ્મ 'ભારત'માં મહત્વના રોલમાં જોવા મળશે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...