Koffee With Karan 7: ફિલ્મમેકર કરણ જોહરનો ફેમસ ચેટ શો કોફી વિથ કરણ હાલમાં ખુબ ચર્ચામાં છે. શોના લેટેસ્ટ એપિસોડમાં એક્ટર ટાઈગર શ્રોફ તેની હીરોપંતી ફિલ્મની કો-સ્ટાર એક્ટ્રેસ ક્રિતિ સેનન સાથે જોવા મળશે. શો દરમિયાન ટાઈગર શ્રોફ અને ક્રિતિ સેનન તેમના પ્રોફેશનલ જીવનની સાથે પર્સનલ લાઈફ સાથે જોડાયેલા ખુલાસા કરતા જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે, ટાઈગર શ્રોફના 6 વર્ષના રિલેશનશીપ બાદ તાજેતરમાં એક્ટ્રેસ દિશા પટણી સાથે બ્રેકઅપ થયું છે. આ વાતને ટાઈગરે કોફી વિથ કરણમાં જાહેરમાં સ્વીકારી હતી, સાથે જ એમ પણ જણાવ્યું હતું કે, તે હાલ સિંગલ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિંગલ છે ટાઈગર શ્રોફ
કોફી વિથ કરણમાં ટાઈગર શ્રોફે આ વાતની પુષ્ટી કરતા જણાવ્યું કે તેનું બ્રેકઅપ થઈ ગયું છે અને હાલ તે સિંગલ છે. તેણે કહ્યું- 'હું સિંગલ છું. ઓછામાં ઓછું તે જ મને લાગે છે અને હું આ ક્ષણે આસપાસ જોઈ રહ્યો છું' માત્ર એટલું જ નહીં કરણ જોહરની સામે ટાઈગર શ્રોફે એમ પણ કબુલ્યું કે, તે એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરને પસંદ કરે છે. તેણે કહ્યું- હું હંમેશા શ્રદ્ધા કપૂરથી પ્રભાવિત રહ્યો છું. મને લાગે છે કે તે ગ્રેટ છે. તમને જણાવી દઈએ કે આ પહેલા ટાઈગર શ્રોફ આ વાતને સ્વીકારી ચૂક્યો છે કે સ્કૂલ સમયમાં શ્રદ્ધા કપૂર તેની ક્રશ હતી.


આ પણ વાંચો:- જો તમે તારક મહેતાના જબરા ફેન છો, તો આ શોની આ અભિનેત્રીને ઓળખી બતાવો


ટાઈગરે દિશા પટણીને આપ્યો દગો
ટાઈગર શ્રોફ અને દિશા પટણીનું આ વર્ષે જૂલાઈમાં 6 વર્ષના રિલેશનશપી બાદ બ્રેકઅપ થયું હતું. તે બંને ઘણા લાંબા સમયથી લિવઇન રિલેશનશીપમાં રહેતા હતા. એન્ટરટેન્મેન્ટ ન્યૂઝના સમાચારો અનુસાર આ બ્રેકઅપનું કારણ ટાઈગર શ્રોફ પોતે છે. દિશા પટણી ટાઈગર શ્રોફ સાથે લગ્ન કરવા માંગતી હતી, પરંતુ એક્ટરે લગ્ન કરવાની ના પાડી દીધી હતી, જેના કારણે તે બંને અગલ થઈ ગયા હતા.


આ પણ વાંચો:- 'અનુપમા'માં નહીં જોવા મળે હવે કિંજલ? નિધિ શાહે તસવીર શેર કરી આપ્યા મોટા સંકેત


 

 

 

 



 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by Karan Johar (@karanjohar)


વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ટાઈગરની તાજેતરમાં ફિલ્મ હીરોપંતી 2 રિલીઝ થઈ હતી, જે બોક્સ ઓફિસ પર ખુબ જ ખરાબ રીતે પીટાઈ ગઈ હતી. હવે એક્ટર 'ગણપત પાર્ટ 1' અને 'બડે મિયાં છોટે મિયાં' જેવી ફિલ્મોમાં જોવા મળશે.


આ પણ વાંચો:- સાઉથના સુપરસ્ટાર વિજય દેવરકોંડાની આંખમાં આવી ગયા આંસુ, જાણો એવું તો શું છે કારણ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube