નવી દિલ્હી: બોલીવુડ અભિનેતા ટાઇગર શ્રોફ (Tiger Shroff)એ પોતાની ફિલ્મ 'ગણપત (Ganpat)'માંથી પોતાનો પહેલો લુક શેર કરવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો. અભિનેતાએ પોતાના ટ્વિટર પર મોશન વીડિયો શેર કર્યો છે.  મોશન પોસ્ટ પોસ્ટરમાં ઘણી બધી બિલ્ડીંગો જોવા મળી રહી ચે. જેના પર લાલ લાઇટ નજરે પડે છે. મોશનમાં અભિનેતા એક સોફા પર બેસીને હાથમાં સળગતી સિગરેટ લઇને બેઠેલા જોવા મળે છે. તો બીજી તરફ તેમના 'એબ્સ' પણ આ મોશન પોસ્ટરમાં ચાર ચાંદ લગાવી રહ્યા છે.  



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોશન પોસ્ટરમાં એક બેકગ્રાઉન્ડ વોઇસ ઓવર પણ ચાલી રહ્યો છ, જેમાં ડાયલોગ સંભાય છે - જબ અપુન ડરતા હૈ ના, ના તબ અપુન બહુત મારતા હૈ.'


તેમણે તેને કેપ્શન આપતાં લખ્યું 'યારોના યાર હૂ દુશ્મનો ના બાપ હૂં'


જેકી ભગનાની દ્વારા રજૂ થનાર ફિલ્મનું શૂટિંગ 2021માં શરૂ થશે.