BOX OFFICE પર ટાઈગર શ્રોફની `બાગી 3`એ મચાવી ધમાલ, `તાનાજી`ને પણ પછાડી

બોલિવૂડ એક્શન સ્ટાર ટાઈગર શ્રોફ, શ્રદ્ધા કપૂર અને રિતેશ દેશમુખની ફિલ્મ બાગી 3 શુક્રવારે થિયેટરોમાં રિલીઝ થઈ. ત્યારબાદથી તે બોક્સ ઓફિસ પર છવાયેલી છે. ફિલ્મે પહેલા દિવસે જબરદસ્ત ઓપનિંગ મેળવી હતી. બીજા દિવસે પણ ફિલ્મની કમાણી શાનદાર રહી છે. એટલું જ નહીં આ ફિલ્મે રિલીઝ બાદથી જ વર્ષની સૌથી મોટી ફિલ્મ તાનાજી: ધ અનસંગ વોરિયરને પણ પછડાટ આપી છે.
નવી દિલ્હી: બોલિવૂડ એક્શન સ્ટાર ટાઈગર શ્રોફ, શ્રદ્ધા કપૂર અને રિતેશ દેશમુખની ફિલ્મ બાગી 3 શુક્રવારે થિયેટરોમાં રિલીઝ થઈ. ત્યારબાદથી તે બોક્સ ઓફિસ પર છવાયેલી છે. ફિલ્મે પહેલા દિવસે જબરદસ્ત ઓપનિંગ મેળવી હતી. બીજા દિવસે પણ ફિલ્મની કમાણી શાનદાર રહી છે. એટલું જ નહીં આ ફિલ્મે રિલીઝ બાદથી જ વર્ષની સૌથી મોટી ફિલ્મ તાનાજી: ધ અનસંગ વોરિયરને પણ પછડાટ આપી છે.
ફિલ્મના કલેક્શનના આંકડા દર્શાવે છે કે ટાઈગર શ્રોફની આ ફિલ્મનો તેના દર્શકોને ખુબ આતુરતાથી ઈન્તેજાર હતો. બોક્સ ઓફિસ ઓફ ઈન્ડિયા ડોટ કોમ મુજબ ફિલ્મે પહેલા દિવસે 17.50 કરોડ રૂપિયા ભેગા કરીને ખાતુ ખોલાવ્યું. જ્યારે બીજા દિવસે બાગી 3એ 15.5થી 16 કરોડ રૂપિયાનો વકરો કર્યો.
હવે બંને દિવસની કમાણી જોઈએ તો ટાઈગર શ્રોફ અને શ્રદ્ધા કપૂરની આ ફિલ્મે બે દિવસમાં 33 કરોડનું કલેક્શન કર્યું છે. ટ્રેડ પંડિતોનું કહેવું છે કે આ ફિલ્મ પહેલા વિકેન્ડમાં 50 કરોડ કમાઈ શકે છે. કારણ કે ફિલ્મ ફેસ્ટિવ મૂડમાં રિલીઝ થઈ છે જેનો ભરપૂર ફાયદો મળવાનો છે.
જુઓ Live tv
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube