TMKOC: ગૂમ થયેલા તારક મહેતાના `સોઢી` વિશે થયો મોટો ખુલાસો, પોલીસને પણ પરસેવો છૂટી ગયો!
Gurucharan Singh: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલમાં રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવીને ઘરે ઘરે લોકપ્રિય થયેલા અભિનેતા ગુરુચરણ સિંહ છેલ્લા કેટલાક દિવસથી ગૂમ છે. તેમના ગૂમ થવાનું રહસ્ય દિવસેને દિવસે ગૂંચવાતું જ જાય છે. બીજું પણ એક ચોંકાવનારું રહસ્ય સામે આવ્યું છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલમાં રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવીને ઘરે ઘરે લોકપ્રિય થયેલા અભિનેતા ગુરુચરણ સિંહ છેલ્લા કેટલાક દિવસથી ગૂમ છે. તેમના ગૂમ થવાનું રહસ્ય દિવસેને દિવસે ગૂંચવાતું જ જાય છે. દિલ્હી પોલીસે કેસની તપાસ કરી રહી છે અને તાજેતરમાં એવું જાણવા મળ્યું હતું કે તેઓ 10 જેટલા બેંક ખાતા વાપરતા હતા. તથા બીજું પણ એક ચોંકાવનારું રહસ્ય સામે આવ્યું છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ તપાસ સાથે જોડાયેલા એક પોલીસ અધિકારીના જણાવ્યાં મુજબ ગુરુચરણ સિંહને પોતાની 'નિગરાણી' થઈ રહી હોવાની શંકા હતી. જેના કારણે તેઓ વારંવાર પોતાના ઈમેઈલ ખાતા બદલતા હતા. અભિનેતા ગુરુચરણ સિંહ (51 વર્ષ) 22મી એપ્રિલે મુંબઈ માટે ફ્લાઈટ પકડવા માટે ઘરેથી નીકળ્યા હતા પરંતુ તેઓ ત્યાં પહોંચ્યા નહીં. પાલમમાં રહેતા તેમના પિતાએ તેમનો ફોન પર સંપર્ક ન થઈ શકતા સ્થાનિક પોલીસમાં ફરિયાદ આપી હતી.
પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે 26 એપ્રિલના રોજ પાલમ પોલીસ મથકમાં આઈપીસીની કલમ 365 (ભારતથી બહાર લઈ જવા કે ગુપ્ત રીતે કેદ કરવાના ઈરાદાથી અપહરણ કરવું) હેઠળ મામલો નોંધવામાં આવ્યો હતો. અધિકારીએ કહ્યું કે એક પોલીસ ટુકડીને અભિનેતાના મોબાઈલ ફોનથી તેમના લોકેશન ટ્રેસ કરવાનું કામ સોંપાયું છે. અધિકારીએ કહ્યું કે સિંહનો મોબાઈલ ફોન 22 એપ્રિલની રાતે 9.22 વાગ્યાથી બંધ છે. સીસીટીવી ફૂટેજના આધારે તેમનું અંતિમ સ્થાન દક્ષિણ-પશ્ચિમ દિલ્હીના ડાબડીમાં હોવાનું જાણવા મળ્યું હતું. જ્યાં તેઓ આઈજીઆઈ એરપોર્ટ પાસે ભાડાની ઈરિક્ષામાં પહોંચ્યા હતા.
બે મોબાઈલ ફોન રાખતા હતા
અભિનેતા બે મોબાઈલ ફોન રાખતા હતા પરંતુ તેમાંથી એક ફોન તેમણે દિલ્હી સ્થિત પોતાના ઘરે જ છોડી દીધો. એક અન્ય અધિકારીએ કહ્યું કે તેમણે છેલ્લો ફોન પોતાના મિત્રને કર્યો હતો જે તેમને મુંબઈ એરપોર્ટ લેવા આવવાનો હતો. પોલીસ ટીમોએ તેમના બેંક ખાતાઓ અને ક્રેડિટ કાર્ડથી લેવડદેવડની પણ તપાસ કરી છે. જે દેખાડે છે કે છેલ્લી લેવડદેવડ 14000 રૂપિયાની હતી. આ રકમ ગૂમ થયાના દિવસે એક બેંક ખાતામાંથી કાઢી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે તેમની આર્થિક સ્થિતિ સારી ન હતી કારણ કે તેમના પર અનેક દેવા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube