TMKOC Fans Disappointed From Sachin Shroff: ટીવીના સૌથી પોપ્યુલર કોમિક શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) ના ઘણા જાણીતા કલાકારોએ શો છોડી દીધો છે. હાલમાં લાંબા સમયથી ચર્ચામાં રહેનારા પાત્ર તારક મેહતાની એન્ટ્રી થઈ છે. નવા તારક મેહતાનો રોલ અભિનેતા સચિન શ્રોફને આપવામાં આવ્યો છે. સચિન શ્રોફનું ઈન્ટ્રોડક્શન પણ થઈ ચુક્યુ છે, પરંતુ પહેલો એપિસોડ જોતા ફેન્સ નારાજ જોવા મળી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર ફેન્સ જૂના તારક મહેતાને પરત લાવવાની માંગ કરી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોંધનીય છે કે શોમાં તારક મેહતાનો રોલ પહેલા અભિનેતા શૈલેશ લોઢા કરી રહ્યા હતા, જેણે અચાનક શો છોડી દીધો હતો. હાલ શોમાં સચિન શ્રોફની એન્ટ્રી થઈ છે અને તેમનો પ્રથમ એપિસોડ ટેલિકાસ્ટ થઈ ચુક્યો છે. ગોકુલધામમાં સચિન શ્રોફની એન્ટ્રી થઈ ગઈ. પરંતુ ફેન્સને તે પસંદ આવી રહ્યાં નથી. 


ટ્વિટર પર લોકોએ તારક મેહતાના પાત્રમાં શૈલેશ લોઢાની જગ્યાએ શ્રોફને જોઈને બબાર શરૂ કરી છે. ફેન્સે નારાજગી વ્યક્ત કરતા મીમ્સ શેર કર્યાં છે. ઘણા લોકો નવા તારક મેહતા (સચિન શ્રોફ) ને સ્વીકારી રહ્યા નથી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube