TMKOC: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવીની દુનિયાનો સૌથી હિટ અને લોકોને ગમતો શો છે. શોની સ્ટારકાસ્ટની ફેન ફોલોઈંગ પણ જબરદસ્ત છે. પરંતુ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જો કોઈ પાત્રને સૌથી વધુ પ્રેમ મળ્યો હોય તો તે છે દયાબેન. દિશા વાકાણીએ આ પાત્ર એટલું દમદાર ભજવ્યું છે કે દરેક જણ તેમના ચાહક થઈ ગયા છે. દિશા વાકાણીનો જો કે એક જૂનો વીડિયો હાલ વાયરલ થયો છે. જેને જોઈને તમારા હોશ ઉડી જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિશા વાકાણીને અત્યાર સુધી ફેન્સે મોટાભાગે ટ્રેડિશનલ આઉટફિટમાં જોયા છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં પણ દિશા વાકાણી સાડીમાં જ જોવા મળતા હતા. પરંતુ હવે સોશિયલ મીડિયામાં દિશા વાકાણીનો એક જૂનો વીડિયો વાયરલ થયો છે. જેને જોઈને લોકો ચોંકી ગયા છે. દિશા વાકાણી વાયરલ વીડિયોમાં સિઝલિંગ બિકિની ટોપમાં ધમાકેદાર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. બિકિની ટોપને દિશાએ મેચિંગ શોર્ટ સ્કર્ટ સાથે મેચ કર્યું છે. દિશાનો આ વીડિયો જો કે ખુબ જ જૂનો છે. પરંતુ હાલ સોશિયલ મીડિયામાં છવાયેલો છે. 


મોટાભાગે ટ્રેડિશનલ અવતારમાં જોવા મળતા દિશા વાકાણીને બિકિની ટોપમાં જોઈને યૂઝર્સ દંગ રહી ગયા છે. કેટલાક લોકો જ્યાં દિશાના બોલ્ડ અવતાર પર પોતાનું દિલ હારી રહ્યા છે ત્યાં અનેક લોકો એવા પણ છે જે તેમને ટ્રોલ કરે છે. 


જુઓ Video


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube