મુંબઈ : લોકપ્રિય ટેલિવિઝન સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલનો રોલ કરનાર એક્ટર દિલીપ જોશીનો આજે જન્મદિવસ છે. હાલમાં તેમણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે કોમેડી ફિલ્મમાં કામ કરવાનું બહુ મુશ્કેલ છે. તેમણે પોતાના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે તેઓ આજે બહુ લોકપ્રિય છે પણ આમ છતાં તેમને તેમનો અભ્યાસ પુરો ન કરી શકવાનો અફસોસ છે. જીવનમાં અભ્યાસ વિશે વાત કરતા દિલીપ જોશીએ કહે છે કે હું અને મારા બાળકો મિત્રો છીએ પણ હું તેમને અનુશાસનમાં જ રાખું છું. જીવનમાં આગળ વધવા માટે અનુશાસન અને અભ્યાસ બંને જરૂરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલીપ જોશીનો જન્મ 26 મે, 1968ના રોજ ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. અભ્યાસ દરમિયાન INT (ઈન્ડિયન નેશનલ થિયેટર તરફથી) બે વખત બેસ્ટ એક્ટરનો અવોર્ડ મળ્યો છે પણ એક્ટિંગ તરફના ઝુકાવને કારણે તેઓ અભ્યાસ પુરો નહોતો કરી શક્યા. 1997માં દિલીપે સીરિયલ ‘ક્યા બાત હૈ’થી ટીવી કરિયરની શરૂઆત કરી અને 1989માં ‘મેંને પ્યાર કિયા’થી ફિલ્મી દુનિયામાં પગ મૂક્યો. દિલીપ જોશીએ બોલિવૂડની ‘હમ આપકે હૈ કોન’, ‘ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’, ‘હમરાઝ’, ‘દિલ હૈ તુમ્હારા’ જેવી લગભગ 15 ફિલ્મોમાં કામ કર્યું છે. જો કે ફિલ્મોમાં વધુ સફળતા ન મળતા તેમણે ટીવીની વાટ પકડી લીધી. ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ તેમને ઘરે-ઘરે ઓળખ અપાવી. આ સીરિયલ માટે દિલીપ જોશીને 16 જેટલા અવોર્ડ મળી ચૂક્યા છે. આ સીરિયલને દર્શકોની પસંદ બનાવવામાં દિલીપ જોશીનો મોટો ફાળો છે.


VIDEO : હિરોઇનને પરણવા આવેલા ચાહકે ધડાધડ છોડી ગોળીઓ અને પછી...


એક્ટિંગની સાથે દિલીપ જોશી મિમિક્રી પણ ખૂબ સરસ કરે છે. મીડિયા રિપોર્ટ મુજબ, દિલીપ જોશીને જેઠાલાલનું પાત્ર ભજવવા માટે એક એપિસોડના લગભગ 1.50 લાખ રૂપિયા મળે છે. તેઓ મહિનાના 25 દિવસ શૂટ કરે છે. મતલબ કે તેમની એક મહિનાની કમાણી 37 લાખ રૂપિયાની આસપાસ છે. જો કે, ઘણી ફિલ્મો અને ટીવી સીરિયલોમાં કામ કરનાર દિલીપ જોશીના જીવનમાં એક સમય એવો આવ્યો હતો કે કોઈ કામ જ નહોતું. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો સાઈન કરતાં પહેલા 1 વર્ષ સુધી દિલીપ જોશી બેરોજગાર હતા પણ સદનસીબે જેઠાલાલના રોલને કારણે તેમની ગાડી દોડવા લાગી. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક....