મુંબઈ : ટીવી સીરિયલ નાગિન અને બિગ બોસ ફેમ આશકા ગોરડિયા પોતાની ફીટનેસને લઈને ચર્ચામાં છે. આશકા ઘણીવાર યોગાસન કરતા ફોટો શેર કરે છે. હાલમાં જ તેણે એક નવો ફોટો શેર કર્યો છે જેમાં તે ટોપલેસ થઈને શીર્ષાસન કરતી દેખાય છે. ઓશકા ગોરાડિયાની આ તસવીર ખૂબ વાઈરલ થઈ રહી છે. તેના આ બોલ્ડ અંદાજને ટીવી સેલેબ્સ પણ પસંદ કરી રહ્યા છે. આશકાનું આ નવું યોગાસન ન્યૂડ યોગા ગર્લથી પ્રેરિત છે. આશકા પહેલીવાર ટીવી સીરિયલ કુસુમમાં જોવા મળી હતી. સીરિયલમાં તેણે કુમુદનું પાત્ર ભજવ્યું હતું. તેણે ડિસેમ્બર 2017માં વિદેશી બોયફ્રેન્ડ બ્રેન્ટ ગ્લોબ સાથે લગ્ન કર્યા હતા. આશકા બિગ બોસ સીઝન 6નો હિસ્સો રહી ચૂકી છે.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...