નવી દિલ્હી : શાહિદ કપૂરની આગામી ફિલ્મ 'કબીર સિંહ'નું ટ્રેલર લોન્ચ થઈ ગયું છે. આ ટ્રેલર સોમવારે મુંબઈમાં લોન્ચ કરવામાં આવ્યું. ફિલ્મમાં શાહિદ એક એવા પ્રેમીનો રોલ કરી રહ્યો છે જેનું દિલ તુટે છે અને પછી તેની જિંદગી અનોખો વળાંક લઈ લે છે. દિલ તૂટ્યા બાદ ખૂબ ખરાબ હાલતમાંથી પસાર થઈ રહેલા પ્રેમીના રોલમાં શાહિદે જીવ ફુંકી દીધો છે. જોકે ટ્રેલર લોન્ચમાં આ ફિલ્મ વિશે વાતચીત દરમિયાન તેની એક્સ પ્રેમિકા કરિના કપૂરની પણ આડકતરી ચર્ચા થતા શાહિદે મોટું નિવેદન આપ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Hottieની બીચ પર ડિવોર્સી BF સાથે ટોટલ ધમાલ, તસવીરોને કારણે પરિવારમાં બબાલ


બધાને ખબર છે કે ‘જબ વી મેટ’ના શૂટિંગ દરમિયાન શાહિદ અને કરીના કપૂરની લવસ્ટોરીનો અંત આવ્યો હતો અને તેઓ અલગ થઈ ગયા હતા. ટ્રેલર લોન્ચ વખતે જ્યારે એક પત્રકારે સવાલ કર્યો કે શું ક્યારેય શાહિદનું પણ દિલ તુટ્યુ છે? આ સવાલનો શાહિદે મજાકમાં જવાબ આપવાનો પ્રયાસ કર્યો.  તેણે સવાલ પર સવાલ કરતા કહ્યું કે, ‘શું તમારું દિલ પણ ક્યારેય તૂટ્યું નથી? જે લોકોના દિલ નથી તૂટ્યા તે હાથ ઊંચો કરે, જુઓ… (હૉલના લોકોની તરફ ઈશારો કરતા) અહીં હાજર લોકોમાંથી કોઈનો હાથ ઊંચો ન થયો. ભુષણજી (ફિલ્મના નિર્માતા) અને કિયારા અડવાણીના હાથ પણ ન ઉઠ્યાં. સંદીપ (ફિલ્મના નિર્દેશક)ના બંને હાથ નીચે છે કારણ કે તેમને તો આ ફિલ્મ બનાવી છે. બધાનું દિલ તૂટ્યું છે યાર.’


શાહિદે ફરી એકવાર સવાલનો ગોળ-ગોળ જવાબ આપવા લાગ્યો અને બોલ્યો, ‘દિલ તો બધાનું તૂટે છે અને મને લાગે છે કે કબીર સિંહના સ્તર સુધી કોઈ નથી જતું. બહુ ઓછા એવા લોકો હોય છે જેઓ આ લેવલે જાય છે. કદાચ એટલે જ તમે આવા પાત્રોને પડદા પર જોવાનું પસંદ કરો છો, પણ જ્યારે દિલ તૂટે છે તો કંઈ જ સારું નથી લાગતું. એવું લાગે છે કે, બધું બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મમાં જોઈ રહ્યાં છીએ. જિંદગી બેરંગ લાગે છે.’


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...