મુંબઈ : અમિતાભ બચ્ચન  અને રિશી કપૂરને અલગ અંદાજમાં ચમકાવતી ફિલ્મ '102 નોટ આઉટ' 4 મે, 2018ના દિવસે રિલીઝ થવાની છે. આ ફિલ્મને ઓહ માય ગોડને ડિરેક્ટ કરનારા ઉમેશ શુક્લા ડિરેક્ટ કરી રહ્યા છે, જ્યારે ફિલ્મની સ્ટોરી ગુજરાતી રાઈટર સૌમ્ય જોશીએ લખી છે. ફિલ્મમાં ગુજરાતી એક્ટર જિમિત ત્રિવેદીનો પણ રોલ છે. આજે આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આ્વ્યું છે જે જોઈને તમે હસીહસીને લોટપોટ થઈ જશો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ફિલ્મ ગુજરાતી નાટક 102 નોટ આઉટ પરથી બની છે અને એમાં અમિતાભ બચ્ચન અને રિશી કપૂરની ગજબની કેમિસ્ટ્રી આંખે ઉડીને વળગે છે. 



આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન 102 વર્ષના વૃદ્ધ બાપનું પાત્ર અમિતાભ બચ્ચન ભજવી રહ્યા છે. જે પોતાની જિંદગીની એકેએક પળને માણે છે. ફિલ્માં રિશી 75 વર્ષની વય ધરાવે છે અને તેના જીવનમાં જાણે કોઈ ઉદ્દેશ જ નથી. જોકે, વાર્તામાં ત્યારે ટ્વિસ્ટ આવે છે, જ્યારે અમિતાભ અચાનક જાહેર કરે છે કે તે પોતાના 75 વર્ષના દીકરાને વૃદ્ધાશ્રમ મોકલી રહ્યા છે. ટ્રેલરમાં એ બતાવવાનો પણ પ્રયાસ થયો છે કે, મા-બાપ માટે બાળક હંમેશા બાળક જ રહે છે, પછી ભલે તે ગમે તેટલું મોટું થઈ જાય.