મુંબઈ : સની દેઓલની આગામી ફિલ્મ બ્લેન્કનું દમદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં સની દેઓલના ચાહકોનો તેની ખાસ સ્ટાઇલ જોવા મળશે. સની આ ફિલ્મમાં ફરી એકવાર દમદાર એક્શન મોડમાં જોવા મળશે. જોકે આ ફિલ્મનું સરપ્રાઇઝ એલિમેન્ટ છે કરણ કાપડિયા. કરણની આ પહેલી ફિલ્મ છે. કરણ કાપડિયા અક્ષયકુમારની પત્ની ટ્વિન્કલ ખન્નાનો કઝિન છે. આમ, કરણ સુપરસ્ટાર અક્ષયકુમારનો સાળો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફિલ્મમાં કરણ લાઇવ બોંબ બન્યો છે. ફિલ્મના ટ્રેલરમાં દેખાડવામાં આવ્યું છે કે કરણ એક એક્સિડન્ટમાં પોતાની યાદશક્તિ ગુમાવી બેઠો છે અને પોલીસની કસ્ટડીમાં છે. કરણની છાતી પર એવો બોંબ છે જેને હટાવી નથી શકાતો. પરિસ્થિતિ શું આકાર લે છે એ તો ટ્રેલર જોઈને જ ખબર પડે છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...