મુંબઈ : ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની નવી ફિલ્મ ‘મલાલ’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મથી સંજય ભાણેજ શર્મિન સહગલ અને જાવેદ જાફરીના પુત્ર મિઝાન જાફરીને લોન્ચ કરી રહ્યા છે. આ ટ્રેલરમાં બંનેની કેમિસ્ટી ઉપરાંત બેકગ્રાઉન્ડ મ્યૂઝિક પણ શાનદાર છે. આ ફિલ્મ 28 જૂનના રોજ રિલીઝ થવા જઈ રહી છે. આ સિવાય સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ઈન્શાહઅલ્લાહ’ પણ ઘણા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મમાં સલમાન ખાન અને આલિયા ભટ્ટ જોવા મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હોલિવૂડની બહેનપણીએ કર્યો પ્રિયંકાના રાઝનો પર્દાફાશ?


રિપોર્ટ પ્રમાણે મિઝાનની ડાન્સિંગ અને એક્ટિંગ સ્કિલ જોઈને સંજય લીલા ભણસાલી ઇમ્પ્રેસ થઈ ગયા હતા. 23 વર્ષન મિઝાને થિયેટર અને માર્શલ આર્ટની ટ્રેઇનિંગ મેળવી છે. તેણે ન્યૂ યોર્ક ફિલ્મમેકિંગનો ચાર વર્ષનો કોર્સ પણ કર્યો છે. મિઝાન આ પહેલાં ફિલ્મ બાજીરામ મસ્તાનીમાં અસિસ્ટન્ટ ડિરેક્ટરનું કામ કરી ચૂક્યો છે. મિઝાનનું નામ ભૂતકાળમાં અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદા સાથે પણ જોડાઈ ચૂક્યું છે. તેણે ગયા વર્ષે મિઝાન સાથે એક ખાસ તસવીર પોસ્ટ કરી હતી પણ પછી એને ઇન્સ્ટાગ્રામ પરથી હટાવી લીધી હતી. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક....