નવી દિલ્હી : બોલિવૂડમાં નવાનવા વિષયો પર ફિલ્મ બની રહી છે. આવી જ એક ફિલ્મ 15 માર્ચે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ છે રાકેશ ઓમપ્રકાશ મહેરાના ડિરેક્શનમાં બનેલી મેરે પ્યારે પ્રાઇમ મિનિસ્ટર. આ ફિલ્મનું ટ્રેલર જોઈને અહેસાસ થાય છે કે આ ફિલ્મ મુંબઈના સ્લમ વિસ્તારમાં રહેતા બાળકોની છે. આ ફિલ્મની વાર્તાત અને ટ્રેલરને સોશિયલ મીડિયામાં ભારે પ્રશંસા મળી રહી છે. એક ચર્ચા હતી કે આ ફિલ્મ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ દર્શાવવામાં આવશે પણ ડિરેક્ટરે આ અફવા પર પુર્ણવિરામ મુકી દીધું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક ઇન્ટરવ્યૂ દરમિયાન રાકેશ ઓમપ્રકાશ મહેરાએ કહ્યું છે કે હું પીએમ માટે કોઈ સ્પેશિયલ સ્ક્રિનિંગ નથી રાખવાનો. તેઓ દેશ માટે કામ કરી રહ્યા છે અને બહુ વ્યસ્ત રહે છે. તેમના ત્રણ કલાક બહુ અગત્યના છે.  જો તેઓ ઇચ્છે તો ફિલ્મ જોઈ શકે છે પણ હું તેમના માટે કોઈ સ્પેશિયલ સ્ક્રિનિંગ નથી રાખવાનો. 


#MeToo મુવમેન્ટ મામલે અજય દેવગનનું ચોંકાવનારું વલણ, કહી દીધું કે....


ફિલ્મનાં ટ્રેલરમાં આઠ વર્ષના કન્હૈયા નામના એક બાળકને બતાવવામાં આવ્યો છે જે મુંબઇમાં પોતાની માતા સાથે રહે છે. પરંતુ તેના જીવનમાં ઘણી મુશ્કેલીઓ છે આ વચ્ચે જ તેની માતા દુષ્કર્મનો ભોગ બને છે. જે બાદ બાળક તેની માતા સાથે થયેલા દુષ્કર્મની ફરિયાદ માટે વડાપ્રધાનને પત્ર લખે છે. આ ફિલ્મમાં નેશનલ એવોર્ડ વિનિંગ એક્ટ્રેસ અંજલિ પાટિલ, મકરંદ દેશપાંડે, રસિતા અગાશે, સોનિયા અલબિઝૂરી તેમજ નચિકેત પૂર્ણપત્ર જોવા મળશે. ફિલ્મ 15 માર્ચ 2019ના રોજ થિયેટર્સમાં રિલીઝ થશે.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...