મુંબઇ : હાલમાં 66મા નેશનલ ફિલ્મ પુરસ્કારના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી છે. દિલ્હીના શાસ્ત્રીભવનમાં પીઆઇબીએ આ અવોર્ડની જાહેરાત કરી હતી. આ વિજેતાઓમાં બે ગુજરાતી ફિલ્મ રેવા અને હેલ્લારોને પણ સમાવેશ થાય છે. રેવાને બેસ્ટ ગુજરાતી ફિલ્મની કેટેગરીમાં તેમજ હેલ્લારોને બેસ્ટ ફિચર ફિલ્મની કેટેગરીમાં અવોર્ડ મળ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હેલ્લારો એટલે મોજું અને આ ફિલ્મ પોતાના વાર્તાના મોજામાં નેશનલ એવોર્ડ તાણીને લાવી છે. લોકપ્રિય કાસ્ટિંગ ડિરેક્ટર અભિષેક શાહ આ ફિલ્મથી ફુલ-ફ્લેજ્ડ ડિરેક્ટર તરીકે પોતાની કરિયરના નવા અધ્યાયની શરૂઆત કરી રહ્યા છે. તેમની આ ફિલ્મને ‘હેલ્લારો’ની કથા 1975ના સમયગાળાના કચ્છમાં આકાર લે છે. એક લોકકથા પર આધારિત આ ફિલ્મમાં કચ્છી મહિલાઓના સેલ્ફ-એક્સપ્રેશનની વાત છે. વ્યક્તિની દબાયેલી લાગણી જ્યારે અનપેક્ષિત રીતે સંગીતમય અભિવ્યક્તિ પામે છે ત્યારે ‘હેલ્લારો’ સર્જાય છે ! કથાના કેન્દ્રમાં બાર નાયિકાઓ છે અને સંગીત આ ફિલ્મનો હીરો છે. આ ફિલ્મમાં જયેશ મોરેનો પણ ઢોલીનો મહત્વનો રોલ છે. 


બોલિવૂડના સમાચાર જાણવા કરો ક્લિક...