મુંબઈ : વડાપ્રધાન મોદીની બાયોપિકનું ટ્રેલર રીલીઝ થઈ ગયું છે. ઓમંગ કુમારે ડાયરેક્ટ કરેલી આ ફિલ્મમાં વિવેક ઓબેરોય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પાત્ર ભજવવા માટે ભારે મથામણ કરતો જોવા મળે છે. બાયોપિક પહેલા જ વિવેક ઓબેરોયે પોતાનું નામ બદલીને વિવેકાનંદ ઓબેરોય કરી નાંખ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિકની ચર્ચા છે. આ ફિલ્મનું ઘણું શૂટિંગ ગુજરાતમાં પણ કરવામાં આવ્યું છે. તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે આ ફિલ્મમાં મનોજ જોષી રાજકારણી અમિત શાહનું પાત્ર ભજવવાના છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...