આવી ગયું છે જોનની લેટેસ્ટ ફિલ્મ `પરમાણુ`નું Trailer
પોખરણમાં ભારતે પરમાણુ પરીક્ષણ કરીને આખી દુનિયાને ચોંકાવી દીધી હતી
નવી દિલ્હી : 11 મે, 1998માં રાજસ્થાનના પોખરણમાં ભારતે પરમાણુ પરીક્ષણ કરીને આખી દુનિયાને ચોંકાવી દીધી હતી. ભારતના આ પરીક્ષણની દુનિયાના કોઈ જ દેશને પહેલાં ખબર નહોતી પડી. ભારતની સફળતાની આ વાર્તાને પડદા પર ઉતારવામાં આવી છે ફિલ્મ 'પરમાણુ'માં. આ ફિલ્મનું ટ્રેલર આજે રિલીઝ થઈ ગયું છે જેમાં બહુ લાંબા સમય પછી જોન અબ્રાહમનો જાદુ જોવા મળ્યો છે.
આ ફિલ્મના ટ્રેલરમાં છ આર્મી જવાનોની ટીમ દર્શાવવામાં આવી છે જેણે સમગ્ર મિશનને ન્યાય આપ્યો છે. ફિલ્મમાં જોન અબ્રાહમ મુખ્ય ભુમિકામાં છે અને તેની સાથે ડાયના પેન્ટી જોવા મળશે. હકીકતમાં પરિક્ષણના દિવસે તમામ સંશોધકોને આર્મીના યુનિફોર્મમાં લઈ જવામાં આવ્યા હતા જેથી ગુપ્તચર એજન્સીઓને એમ લાગે કે સેનાના જવાનો ડ્યુટી નિભાવી રહ્યા છે. એ સમયે 'મિસાઇલ મેન' અબ્દુલ કલામ પણ ત્યાં આર્મીના યુનિફોર્મમાં હાજર હતા. હવે આ ફિલ્મ 25 મેના દિવસે રિલીઝ થવાની છે.
ભારત સરકારે ગુપ્ત રીતે પરમાણુ પરીક્ષણ કર્યુ હતું. તે એક ગુપ્ત મિશન જેવું હતું. આ મિશનનું નામ ‘લાફીંગ બુદ્ધા’ હતું. વિશ્વના મોટા દેશોમાં પણ આ ખબર ન હતી. એવું માનવામાં આવે છે કે આ ફિલ્મ પરમાણુ પરિક્ષણની સંપૂર્ણ પ્રક્રિયાને લગતા મિશનથી પ્રેરિત હતું.