Video: રાજકુમાર રાવની ફિલ્મ Bheed નું ટ્રેલર રિલીઝ થયું અને શરુ થયો વિવાદ, લોકોના નિશાન પર અનુભવ સિંહા
Rajkumar Rao film Bheed Controversy: આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે જેમાં પંકજ કપૂર, કૃતિકા કામરા, આશુતોષ રાણા સહિતના કલાકારો જોવા મળે છે. જોકે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયાની સાથે જ ફિલ્મને લઈને વિવાદ પણ શરૂ થઈ ગયા છે. વિવાદોની વચ્ચે આ ફિલ્મ 24 માર્ચે સિનેમા ઘરોમાં રિલીઝ થશે.
Rajkumar Rao film Bheed Controversy: રાજકુમાર રાવ અને ભૂમિ પેડનેકરની ફિલ્મ ભીડ રિલીઝ થાય તે પહેલા જ વિવાદમાં આવી છે. આ જોડી પહેલા પણ ફિલ્મ બધાઈ દોમાં સાથે જોવા મળી હતી. આ ફિલ્મનું નિર્દેશન અનુભવ સિન્હાએ કર્યું છે. અનુભવ સિન્હાએ આ પહેલા આર્ટિકલ 15, મુલ્ક અને થપ્પડ જેવી ફિલ્મો બનાવી છે. હવે તેઓ ફિલ્મ ભીડ લઈને આવી રહ્યા છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે જેમાં પંકજ કપૂર, કૃતિકા કામરા, આશુતોષ રાણા સહિતના કલાકારો જોવા મળે છે. જોકે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયાની સાથે જ ફિલ્મને લઈને વિવાદ પણ શરૂ થઈ ગયા છે. વિવાદોની વચ્ચે આ ફિલ્મ 24 માર્ચે સિનેમા ઘરોમાં રિલીઝ થશે.
આ પણ વાંચો:
સતીશ કૌશિકના નિધનને લઈ સૌથી મોટો ખુલાસો, પોલીસને ફાર્મ હાઉસમાંથી મળી આપત્તિજનક દવાઓ
બીજા લગ્ન કર્યા પછી પણ પોતાનાથી 27 વર્ષ નાની આ અભિનેત્રીના પ્રેમમાં પડ્યા ધર્મેન્દ્ર
દીપિકા છે સૌથી મોંઘી... જાણો સાઉથની ફિલ્મો માટે જાનવી, કિયારા કેટલી લે છે ફી
ટ્રેલર રિલીઝ થયા પછી લોકોએ એ વાત ઉપર આપત્તિ દર્શાવી છે કે ફિલ્મમાં કોરોના સમયે લાગેલા lockdown ની સરખામણી 1947 માં થયેલા વિભાજન સાથે કરવામાં આવી છે. આ વાતને લઈને લોકોના નિશાન પર અનુભવ સિંહા છે. જોકે બીજી આશ્ચર્યજનક બાબત એ પણ છે કે બીજા ટીઝરના રિલીઝ પછી નિર્માતાઓની યાદીમાંથી ટી સિરીઝ અને ભૂષણ કુમારનું નામ ગાયબ જોવા મળે છે. તેવામાં પ્રશ્ન એ પણ ઊભા થયા છે કે ભૂષણ કુમાર હવે આ ફિલ્મનો ભાગ નથી ? ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં જ ભૂષણ કુમાર આ ફિલ્મથી અલગ થયા છે કે કેમ?
મહત્વનું છે કે ભારતમાં 2020 માં કોવિડ ના કારણે લોકડાઉન લગાવવામાં આવ્યું હતું. તે સમયે દેશભરમાં જે હાલત હતી તેના પર આ ફિલ્મ બનાવવામાં આવી છે. આ ફિલ્મને પણ બ્લેક એન્ડ વાઈટમાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મનું ટ્રેલર હૃદયદ્રાવક છે. ટ્રેલર જોઈને લોકડાઉન સમયે થયેલી તકલીફો ફરીથી તાજી થઈ જાય છે. પરંતુ ટ્રેલર રિલીઝ થયા પછી સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે કે આ ફિલ્મના માધ્યમથી કોન્ટ્રોવર્સી ઊભી કરવામાં આવી રહી છે અને દેશને બદનામ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. અનુભવ સિંહાના જણાવ્યા અનુસાર ભીડ ફિલ્મ ની વાર્તા સામાજિક વિષમતા પર પ્રકાશ પાડે છે. જે વિષમતા દેશના સૌથી મુશ્કેલી ભર્યા સમયમાં જોવા મળી હતી.