Bad Newz On OTT: બોલીવુડના ફેમસ એક્ટર વિકી કૌશલ અને નેશનલ ક્રશ તૃપ્તી ડિમરી તેમજ પંજાબી સુપર સ્ટાર એમિ વિર્કની ફિલ્મ બેડ ન્યુઝ તાજેતરમાં જ રિલીઝ થઈ છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. ઓપનિંગ વિક એન્ડથી લઈને અત્યાર સુધીમાં આ ફિલ્મના શો હાઉસફુલ જઈ રહ્યા છે. પરંતુ અનેક લોકો એવા હશે જે આ ફિલ્મ થિયેટર્સમાં જોવા જવાની તસ્દી લેવાના નથી. આ લોકો રાહ જોઈ રહ્યા હોય છે કે ફિલ્મ ક્યારે ઓટીટી પર રિલીઝ થાય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: ઝહીરે લગ્ન માટે માંગ્યો સોનાક્ષીનો હાથ ત્યારે શત્રુઘ્ન સિંહાનું આવું હતું રિએકશન


કોઈપણ ફિલ્મ બોક્સ ઓફિસ પર રિલીઝ થયાના થોડા મહિનામાં ઓટીટી પર રિલીઝ થઈ જતી હોય છે. ઘણા લોકો નવી ફિલ્મોને ઓટીટી પર રિલીઝ થયા પછી ઘરેબેઠા માણવાનું પસંદ કરે છે. તો આજે તમને ફિલ્મ બેડ ન્યુઝને લઈને પણ ગુડ ન્યુઝ આપી દઈએ. 


બેડ ન્યુઝ ફિલ્મનું ટ્રેલર દર્શકોને પસંદ પડ્યું હતું. ફિલ્મ રિલીઝ થયા પછી સોશિયલ મીડિયા પર તેની ચર્ચાઓ પણ થઈ રહી છે. આ ફિલ્મ હાલ થીએટર્સમાં ધમાલ મચાવી રહી છે. ફિલ્મનું એક ગીત તોબા તોબા પણ ભારે વાયરલ થઈ રહ્યું છે. ફિલ્મમાં વિકી કૌશલે જે ડાન્સ કર્યો છે તેના ખૂબ વખાણ થઈ રહ્યા છે. હવે આ ફિલ્મ ઓટીટી પર ક્યારે રિલીઝ થશે તેની જાણકારી લોકોને મેળવવી છે. 


આ પણ વાંચો: Nick-Priyanka: નિક જોનસે 6 વર્ષ પછી શેર કર્યો પ્રિયંકાને પ્રપોઝ કરી ત્યારનો ફોટો


થિયેટર્સમાં બેડ ન્યુઝ ફિલ્મ કમાલ કરી રહી છે અને થોડા જ સમયમાં ઓટીટી પ્લેટફોર્મ પર પણ આ ફિલ્મ આવી જશે. તો સૌથી પહેલા તમને જણાવી દઈએ કે આ ફિલ્મ કયા ઓટીટી પ્લેટફોર્મ પર આવશે. જાણવા મળતી માહિતી અનુસાર વિકી કૌશલની આ ફિલ્મ એમેઝોન પ્રાઈમ વીડિયો પર સ્ટ્રીમ કરવામાં આવશે. જોકે આ ફિલ્મની રિલીઝ ડેટ અંગે મેકર્સ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તેથી ફિલ્મ ક્યારે રિલીઝ થશે તેના માટે દર્શકોએ રાહ જોવી પડશે. 


આ પણ વાંચો: હાર્દિક પંડ્યા પહેલા અલી ગોનીને ડેટ કરી ચુકી છે નતાશા, આ કારણે કર્યું બ્રેકઅપ


બેડ ન્યુઝ ફિલ્મમાં વિકી કૌશલ, તૃપ્તિ ડીમરી ઉપરાંત નેહા ધૂપિયા અને એમી વિર્ક મહત્વના પાત્રમાં જોવા મળે છે. આ ઉપરાંત ફિલ્મમાં નેહા શર્મા અને અનન્ય પાંડેનો કેમિઓ પણ છે. આ એક કોમેડી ડ્રામા ફિલ્મ છે જેનું ડાયરેક્શન આનંદ તિવારીએ કર્યું છે.