Tunisha Sharma Case Updates: ટીવી અને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી તુનિષા શર્માની મોતનો મામલો હાલ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. આત્મહત્યા છેકે, હત્યા એ થિયેરી પર પોલીસ તપાસ કરી રહી છે. ત્યારે આ દરમ્યાન આજે મૃતક તુનિષાનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે. 24 ડિસેમ્બરની બપોરે અભિનેત્રીએ તેના શોના સેટ પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. અભિનેત્રીના મૃત્યુ બાદ સતત અનેક ખુલાસા થઈ રહ્યા છે. એક રીતે તુનિષાની માતાએ ટીવી એક્ટર શીઝાન ખાન પર આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો આરોપ લગાવ્યો હતો. તુનીષાની માતાના નિવેદન બાદ મુંબઈ પોલીસે અભિનેતાની ધરપકડ કરી હતી અને તેને કોર્ટમાં રજૂ કર્યા બાદ તેને 4 દિવસના રિમાન્ડ પર લીધો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તુનિષા શર્માના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવશે. મળતી માહિતી મુજબ, અભિનેત્રીના અંતિમ સંસ્કાર ગોદાદેવ નાકાના સ્મશાનભૂમિમાં કરવામાં આવશે. અભિનેત્રીના પરિવારે અંતિમ સંસ્કારના સમાચાર આપ્યા છે. પરિવારે લખ્યું, ‘ખૂબ જ ભારે હૃદય સાથે તુનિષા 24 ડિસેમ્બરે અમને છોડીને ચાલી ગઈ. અમે દરેકને વિનંતી કરીએ છીએ કે આવીને મૃત આત્મા માટે પ્રાર્થના કરો. 27 ડિસેમ્બરના રોજ બપોરે 3 વાગ્યે ખોદેવ સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.


તુનિષા શર્મા મૃત્યુ કેસમાં દરેક ક્ષણે નવા અપડેટ્સ સામે આવી રહ્યા છે. અભિનેત્રીની માતાની ફરિયાદ બાદ શીઝાન ખાનની ધરપકડ કરવામાં આવી છે અને અભિનેતાની પૂછપરછ કરવામાં આવી રહી છે. જ્યાં શીઝાન તુનિષા અને તેના સંબંધો વિશે ખુલાસો કરી રહ્યો છે, ત્યારે હવે એવી માહિતી આવી રહી છે કે પોલીસે સોમવારે અભિનેત્રીના નજીકના મિત્રો, સંબંધીઓ સહિત 17 લોકોના નિવેદન નોંધ્યા છે.

 




તુનિષા શર્મા મૃત્યુ કેસમાં બે દિવસ પછી અભિનેતા શીઝાન ખાનના પરિવારજનોનું નિવેદન સામે આવ્યું છે, તેઓએ કહ્યું હતું કે – જે લોકો નિવેદન માટે અમારો સંપર્ક કરી રહ્યા છે, તે લોકો માટે આ સંદેશ છે કે કૃપા કરીને અમને અને અમારા પરિવારને થોડો સમય આપો. અમને થોડી પ્રાઇવસી જોઈએ છે. તે જોઈને દુઃખ થાય છે મીડિયાના સભ્યો સતત અમને ફોન કરી રહ્યા છે, અમારા ઘરની નીચે રાહ પણ જોઇ રહ્યા છે.


તુનિષા શર્માની માતા વનીતા શર્માએ પુત્રીના મૃત્યુ બાદ શીઝાન પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે. તેણે વીડિયો જાહેર કરીને કહ્યું છે કે જ્યારે શીઝાન તુનિષા સાથે રિલેશનશિપમાં હતો ત્યારે તે અન્ય યુવતીઓ સાથે પણ સંબંધ રાખતો હતો. વધુમાં, તેણે એમ પણ કહ્યું છે કે શીઝાને તેની પુત્રીનો ઉપયોગ કર્યો છે.