નવી દિલ્હી: 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં નૈતિકની ભૂમિકા ભજવનારા અભિનેતા કરણ મહેરા અને તેની પત્ની નિશા રાવલના સંબંધમાં ખુબ ખટાશ આવી ગઈ છે. બંને કલાકારો લગ્નજીવનમાં કંકાસને લઈને ખુબ ચર્ચામાં છે. હાલમાં જ નિશા રાવલની ફરિયાદના પગલે કરણ મહેરાની મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી. જો કે ત્યારપછી તરત જામીન પર છૂટકારો પણ થઈ ગયો હતો. કરણની પત્ની નિશાએ તેના વિરુદ્ધ ઘરેલુ હિંસાનો કેસ દાખલ કર્યો છે. બંનેનો આ ઝઘડો હવે રસ્તા પર આવી ગયો છે જે ઓછો થવાની જગ્યાએ દિન પ્રતિદિન વધી રહ્યો છે. તેમના આ ઝઘડામાં હવે તેમના મિત્રો અને કલાકારો પણ ખુલીનો પોતાનો પક્ષ રજુ કરી રહ્યા છે. કોઈ નિશાને સપોર્ટ કરે છે તો કોઈ કરણને. જો કે હવે કરણ અને નિશાનો એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે વીડિયોની હાલ ખુબ ચર્ચા છે. 


નિશા રાવલ અને કરણ મહેરાનો વાયરલ થઈ રહ્લો આ બેડરૂમ વીડિયો ખુદ નિશાએ જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો હતો. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે નિશા કરણ સાથે જે મુદ્દે વાત કરી રહી છે તેમા કરણને બિલકુલ રસ નથી. તે નિશાની વાતો પર જવાબ આપવાની કરણની રીત ખુબ જ આશ્ચર્યજનક જોવા મળી રહી છે. આ દરમિયાન નિશા કહે છે કે લોકો આપણને જોવા માંગે છે. ચલો ફની વીડિયો બનાવીએ. પરંતુ કરણ વીડિયો બનાવવા માટે નિશાની વાત માનવાની ના પાડી દે છે. પછી નિશા કહે છે કે ચલો આપણે રિલેશનશીપ પર જ વાત કરીએ પરંતુ કરણ જરાય રસ દાખવતો નથી અને વારંવાર પોતાનો ફેસ છૂપાવવાની કોશિશ કરે છે. બંનેનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube